Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

'તું વિકલાંગ છો' કહી રાજકોટના ખુશ્બુબેનને અમદાવાદ અને ગાંધીનગરના સાસરિયાનો ત્રાસ

અમદાવાદ રહેતા પતિ વિજય ઠકકર, સસરા દિપકભાઇ, દિયર સંજય, કાકાજી સસરા વિનોદભાઇ અને ગાંધીનગર રહેતા નણંદ પ્રતિક્ષાબેન સામે ગુનો

રાજકોટ તા. ર૪: શહેરના દોઢ સો ફૂટ રોડ પર સદ્દગુરૂ પાર્કમાં માવતર ધરાવતી મહિલાને 'તું વિકલાંગ છો' કેરોસીન પડયું છે, ન જીવવું હોય તો મરી જા' કહી અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા પતિ, સસરા, કાકાજી સસરા અને નણંદ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સદ્દગુરૂપાર્ક બ્લોક નં. ૩૬ માં માવતર ધરાવતા ખુશ્બુબેન વિજયભાઇ ઠકકર (ઉ.વ.૩૭) એ મહિલા પોલીસ મથકમાં અમદાવાદ મેમનગર ગુરૂકુળ રોડ સુભાષ ચોક પાસે સન વિલા બ્લોક નં. ૧૦૦માં રહેતા પતિ વિજય દિપકભાઇ ઠકકર, સસરા દિપકભાઇ છોટાલાલભાઇ ઠકકર, દિયર સંજય ઠકકર, સનસેટા રો હાઉસમાં રહેતા કાકાજી સસરા વિનોદભાઇ છોટાલાલભાઇ ઠકકર અને ગાંધીનગરમાં રહેતા નણંદ પ્રતિક્ષાબેન વિક્રમભાઇ છગ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે એમ.કો/એમ.ફીલ સુધીનો અભ્યાસ કર્યો છે છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષના પુત્ર સાથે પિયરમાં રહું છું પોતાના લગ્ન ર૦૧૩માં થયા હતા. લગ્ન બાદ પતિ મારે લગ્ન કરવાની ઇચ્છા ન હતી. પરંતુ મા-બાપના આગ્રહને લીધે લગ્ન કર્યા છે તેવું કહેતા મારા ભાઇએ ખર્ચ માટે આપેલા ૩૦ હજાર પતિએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. 'તારા બાપની મિલકતમાં જે હિસ્સો હોય તે લેતી આવ તું શારીરીક અને માનસીક વિકલાંગ છો તેવા ખોટા મેણા ટોણાં મારતા અને કેરોસીનનું ડબલું તૈયાર છે. ન જીવવું હોય તો મરી જા કહી ર૦૧૯માં રાજકોટ માવતરે મુકી ગાય હતા. સસરા અને દિયર પોતાના દીકરાનું ધાવણ છોડાવવા ખોટી જીદ કરતા હતા. કાકાજી સસરા અને નણંદ પણ ચડામણી કરતા હતા. પોતે ગર્ભવતી હતા ત્યારે પણ હેરાન કરતા ર૦૧૯માં મને બાળક સાથે માવતરે મુકી ગયા બાદ સમાધાન માટે ત્રાસ નહીં આપીએ તેવું લેખીતમાં માંગતા સસરાએ ના પાડી દીધી હતી અંતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, આ અંગે એ.એસ.આઇ. વી. જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.  

(2:46 pm IST)