Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ખોડીયારનગર પાવરહાઉસ પાસેથી ભરતદાન ઉર્ફે ભરતો ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

માલવીયાનગર પોલીસે ઝડપી લીધો : ભરતદાન મારામારી, ધમકી, દારૂ સહિતના ૧૨ ગુનામાં સામેલ

રાજકોટ,તા. ૨૪: દોઢ સો ફુટ રોડ પર ખોડીયાર નગર પાવર હાઉસ પાસેથી માલવીયાનગર પોલીસે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ દોઢ સો ફુટ રોડ ખોડીયારનગરમાં એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાથી માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. રોહીતભાઇ કછોટ તથા ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા ખોડીયારનગર પાવર હાઉસ પાસેથી ચોરાઉ બાઇક સાથે ભરતદાન ઉર્ફે ભરતો ભીમદાનભાઇ દેથા (ઉવ.૩૦) (રહે. સ્વાતી પાર્ક, કોઠારિયા રોડ)ને પકડી લીધો હતો. પકડાયેલો ભરતદાન અગાઉ ભકિતનગર અને આજીડેમ પોલીસ મથકમાં મારામારી, ધમકી, દારૂ સહિતના ૧૨ ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ, કમલેશભાઇ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, કુલદીપસિંહ તથા હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી. 

(2:47 pm IST)