Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વકીલોને કામગીરીના ભાગે સ્ટેમ્પ પેપરનું વેચાણ કરવાનું લાયસન્સ આપવા જીલ્લા બારની મુખ્યમંત્રીને રજુઆત

પુર્વ મુખ્યમંત્રી રૂપાણી-કાયદા મંત્રીશ્રી સહિતના આગેવાનોને લેખિત રજુઆત

રાજકોટ તા. ર૪: ગુજરાત રાજયના આશરે ૮પ હજાર કરતા વધારે વકિલો આવેલ હોય અને દરેક વકિલોને સ્ટેમ્પ વેચાણ કરવા સબંધે જરૂરી લાયસન્સ આપવા કાર્યવાહી કરવા અને તે સબંધે જરૂરી હુકમો કરવા તેમજ આ સબંધે જરૂરી હુકમો તાત્કાલિક કરી સબંધિત વિભાગોને સુચનાઓ આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા વિજયભાઇ રૂપાણી, મહેસુલ તથા કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજકોટના પનોતા પુત્ર અને વાહન વ્યવહાર મંત્રી શ્રી અરવિંદ રૈયાણી, પ્રદેશ સંયોજકો શ્રી દિલીપ પટેલ, શ્રી જે. જે. પટેલ અને હિતેષભાઇ દવે સમગ્ર લીગલ સેલ ટિમ, ચેરમેનશ્રી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સહિતનાઓને વકિલોને સ્ટેમ્પ વેચાણ કરવા લાઇસન્સો આપવા ગુજરાત સરકારના સબંધિત વિભાગ દ્વારા જરૂરી સુચના થવા રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા તથા રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રેશ એચ. પટેલ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

આ રજુઆતમાં જણાવેલ છે કે, ગુજરાત રાજયમાં આશરે ૯૦ હજાર જેટલા સિનિયર અને જુનિયર વકિલો વકિલાત કરી ગુજરાતના છ કરોડ ઉપરાંતના લોકોની સેવા કરે છે. આપણી સરકાર દ્વારા વિવિધ યોજનાઓના કામે, કોર્ટ કચેરીઓના કમે સ્ટેમ્પ પેપરોની જરૂર પડે છે. જે રૂ. ર૦ થી માંડીને દરેક કિંમતના સ્ટેમ્પ પેપરો સહેલાઇથી દરેક વકિલો પાસે મળી રહે તો લોકોને ઓછી મુશ્કેલીઓ પડે પરંતુ હાલમાં સરકાર દ્વારા નિશ્ચિત અને લીમીટેડ લોકોને જ સ્ટેમ્પ પેપરોના વેચાણ માટે લાઇસન્સ આપવામાં આવેલ હોય જેથી દરેક વકિલો તથા પક્ષકારોએ સ્ટેમ્પ પેપરો મેળવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડે છે અને તેને કારણે પક્ષકારોને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે અને પક્ષકારોના સમયસર કામ થતા નથી જેથી સ્ટેમ્પ વેચાણ કરવા સબંધે સરળીકરણ લાવવું ખુબ જ જરૂરી છે.

ગુજરાત રાજયમાં સ્ટેમ્પ પેપરો વેચાણ કરવા માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯પ૮ ની કલમ-૬૯ માં દર્શાવ્યા મુજબ ગુજરાત સ્ટેમ્પ પુરવઠા અને વેચાણ નિયમો-૧૯૮૭ ઘડવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેમ્પ પુરવઠા અને વેચાણ નિયમો-૧૯૮૭ના નિયમ-પ તથા ૬ મુજબ સ્ટેમ્પ વેચાણ કરવા માટે લાઇસન્સ આપવા માટેની સતાની વહેંચણી કરવામાં આવેલ છે અને તેવા લાઇસન્સની મુદત પણ નકિક કરવા સતા આપવામાં આવેલ છે. ઉપરાંત નિયમ-૧૦ મુજબ સ્ટેમ્પ પેપરો વેચાણ કરવા માટે અરજી કરવા અને તે મંજુર કરવા માટે કલેકટરશ્રી અથવા રાજય સરકારે અધિકાર આપેલ હોય તેવા બીજા અધિકારીને સતાઓ આપવામાં આવેલ છે.

સમગ્ર ગુજરાત રાજયમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિને કારણે ઘણા જુનિયર વકિલોની હાલત કફોડી થઇ ગયેલ છે અને આવક પર કમરતોડ ફટકો લાગેલ છે. જનતાને સ્ટેમ્પ પેપરો સરળતાથી મળી રહે તે માટે જે વકિલો અરજી કરે તે દરેક વકિલોને પણ જો સ્ટેમ્પ પેપરો વેચાણ કરવા લાઇસન્સ આપવામાં આવે તો સ્ટેમ્પ વેચાણમાં સરળીકરણ આવે તેમ છે અને તે માટે જરૂરી હુકમ કરવો ન્યાયોચિત છે. તેના ભાગરૂપે યોગ્ય હુકમ કરી યોગય વ્યવસ્થા થવી જરૂરી હોય ગુજરાત રાજયમાં અરજી કરનાર દરેક વકિલોને સ્ટેમ્પ વેચાણ કરવા સબંધે જરૂરી લાઇસન્સ આપવા ઘટતી કાર્યવાહી કરવા અને તે સબંધે તાત્કાલિક જરૂરી હુકમો કરવા તેમજ આ સબંધે જરૂરી હુકમો તાત્કાલિક કરી સબંધિત વિભાગોને સુચનાઓ આપવા કરેલ રજુઆતને સમગ્ર ટીમ અનિલભાઇ દેસાઇ, પિયુશભાઇ શાહ, મેહુલભાઇ મહેતા, દિલીપભાઇ જોષી, પ્રકાશસિંહ ગોહિલ, યોગેશ ઉદાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, નલીન આહ્યા, અશ્વિન ગોસાઇ, એસ. કે. જાડેજા, એલ. જે. રાઠોડ, રાજેન્દ્રસિંહ ગોહિલ, ભરત હિરાણી, કમલેશ મહેતા, અશોક ડાંગર, અશ્વિન મહાલિયા, હરેશ પરસોંડા, નિલેશ અગ્રાવત, અજય પીપળીયા, એન. વી. પટેલ, મુકેશ પંડયા, જયેશ બોઘરા, નયન વ્યાસ, ડી. ડી. મહેતા, જતીનભાઇ ઠકકર, વી. ડી. રાઠોડ, વિરેન વ્યાસ, નિવિદભાઇ પારેખ, નિરવભાઇ પંડયા, વિરેન રાણીંગા, ધર્મેશ સખિયા, કિશન રાજાણી, મહેન્દ્ર શાહ, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, વિજય રૈયાણી, નૃપેન ભાવસાર, મહેશ ચાવડા, કૃણાલ દવે, શ્યામ પરમાર, રાજેશ ચાવડા, મહેશ ચાવડા, આનંદ પરમાર, સોહિન મોર, રાજેશ નશિત, આનંદ રાધનપુરા, શ્રી કિશન વાલ્વા, જીજ્ઞેશ સભાડ, જીતેન્દ્ર કે. ગોસાઇ, જીતેન્દ્રસિંહ પરમાર, એન્જલ સરધારા, શૈલેષ સુચક, દિવ્યેશ છગ, ઇસ્માઇલ પરાસરા તથા સૌ સિનીયર જુનિયર વકિલોએ આવકારેલ છે. 

(3:32 pm IST)