Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સ્વાતિ પાર્કના વિશાલ દેસાઇને નોકરીમાંથી છુટો કરી દેવાતાં બગીચામાં ફિનાઇલ પીધું

બીજી નોકરીએ રહ્યો ત્યાંથી પણ કઢાવી મુકાવ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૩: કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્ક પાસે હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતાં વિશાલ હીમાંશુભાઇ દેસાઇ (નાગર) (ઉ.વ.૨૭) નામના મુળ સોમનાથ વેરાવળના યુવાને સ્વાતિ પાર્ક રોડ પર આવેલા પાર્વતિવન નામના બગીચામાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વિશાલ ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ છે. તેના કહેવા મુજબ તે ઘણા વર્ષથી ગણેશ પાવડર કોટીંગમાં નોકરી કરતો હતો. અગાઉ પોતાને મકાન માટે પૈસાની જરૂર હોઇ શેઠ પાસેથી બે લાખ લીધા હતાં અને એ ચુકવી દીધા હતાં. વધુ પૈસાની જરૂર હોઇ શેઠ પાસે માંગતા તેણે પહેલા હા પાડી હતી. પણ પછી પૈસા આપ્યા નહોતાં. તેમજ નોકરીમાંથી છુટો કરી દેતાં પોતે બીજી જગ્યાએ કામે રહ્યો હતો. ત્યાંથી પણ આગલા શેઠના કહેવાથી પોતાને છુટો કરાવી દેવાયો હતો. આથી કંટાળીને આ પગલુ ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(2:52 pm IST)