Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સિવિલ હોસ્પિટલ ચોકમાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળ્યો

હાથ પર સિતારામ અને મીરા ત્રોફાવેલું છેઃ વાલીવારસ હોય તો એ-ડિવીઝનનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૩: સિવિલ હોસ્પિટલ એસબીઆઇ બેંકની દિવાલ પાસે ફૂટપાથ  પર અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ૧૦૮ના ઇએમટી ડો. ચિરાગભાઇએ મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. એચ. નિમાવતે ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકના જમણા હાથે સિતારામ અને મીરા ત્રોફાવેલુ છે. તેણે મેલા જેવો શર્ટ પહેર્યો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના સગા પરિચીત હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:56 pm IST)