Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કાલાવડ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વૃધ્ધની લાશ મળી

ભરવાડ લોકો જેવો પહેરવેશ છેઃ મૃતકના કોઇ વાલીવારસ હોય તો તાલુકા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૩: કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધનો મૃતદેહ મળતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. કે. રાજપુરોહિત અને પૃથ્વીરાજસિંહે ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધે ભરવાડ લોકો જેવા કપડા પહેર્યા છે. માથે સફેદ વાળ છે અને સફેદ મુછો રાખી છે. તેમની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી હતી. બિમારીથી કે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો તાલુકા પોલીસ સ્ટેશના પીએસઆઇ રાજપુરોહિતનો મો. ૯૫૮૬૭ ૯૮૩૮૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:57 pm IST)