Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજકોટ મહાનગરપાલિકાની 122 જુનિયર ક્લાર્કની ભરતી : GPSCના નિષ્ણાંતોએ પેપર તૈયાર કરાયું

કાલે રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 શહેરમાં 45,000 ઉમેદવાર આપશે એક્ઝામ

રાજકોટ મહાનગરપાલિકાએ 122 જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરી હતી પણ પરીક્ષા મહિનાઓ બાદ લેવાઈ રહી છે. આ ભરતીમાં 45000 કરતા વધુ ઉમેદવારો નોંધાયા છે. અલગ અલગ 8 શહેરોમાંથી ઉમેદવારો હોવાથી મનપા પોતે ભરતી પરીક્ષા લઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી પરીક્ષા લેવા માટે સરકારી એજન્સીની નિમણૂંક કરી છે. પેપર આવ્યાથી માંડી આન્સર કી સીલ થાય ત્યાં સુધીનુ વીડિયો રેકોર્ડિંગ કરાશે તેમજ જે તે કેન્દ્ર પર જ્યાં ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા ન હોય તે બધા જ રૂમમાં તાળું મારી દેવાની સૂચના અપાઈ છે.

મનપાએ ફોર્મ બહાર પાડ્યા તેમાં જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અનામત કેટેગરીમાં 250 રૂપિયા પરીક્ષા ફી રાખી હતી. 45000 ઉમેદવારોએ ફોર્મ ભરતા માત્ર પરીક્ષા ફીની જ એક કરોડ કરતા વધુની રકમ મળી છે. આ જ રકમમાંથી પરીક્ષાનો ખર્ચ નીકળશે તેવી આશા મનપાને હતી પણ એજન્સીએ તેનાથી બમણી રકમ માંગી છે અને અન્ય ખર્ચાઓ સહિત 1.70 કરોડ રૂપિયાનું બિલ આવી શકે છે. આ કારણે મનપાએ પરીક્ષા ફી ઉપરાંત બીજા 30થી 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે.

(12:08 am IST)