Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

બામણબોર ચેકપોસ્ટ પાસે ટ્રકે બાઇકને ઠોકરે લેતાં વાંકાનેર રાતડીયાના ૧૩ વર્ષના પુત્ર સુમિતનું મોતઃ પિતા મગનભાઇ સરવૈયાને ઇજા

રાજકોટઃ બામણબોર ચેકપોસ્ટ નજીક ટ્રક નં. એમએચ૦૪એચડી-૧૧૯૫ના ચાલકે બાઇક નં. જીજે૩૬એએ-૪૪૦૨ને ઠોકરે ચડાવતાં આ બાઇક પર બેઠેલા વાંકાનેર રાતડીયા ગામના મગનભાઇ સરવૈયા અને તેનો પુત્ર સુમિત સરવૈયા (ઉ.૧૩) ફંગોળાઇ જતાં સુમિતને હાથ-પગ-માથાના ભાગ ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે પિતા મગનભાઇ સરવૈયાને ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી. સી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(10:45 am IST)