Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

બેડી ચોકડીએ ટ્રકમાં ખીચોખીચ ક્રુરતા પુર્વક ૮ ભેંસ અને ૮ ભેંસોના બચ્ચાને બાંધીને નીકળેલા માણાવદરના ત્રણને બી-ડિવીઝન પોલીસે પકડ્યા

રાજકોટઃ મોરબી રોડ બેડી ચોકડી પાસે જીવદયા કાર્યકરને મળેલી માહિતીને આધારે પોલીસે જીજે૧૮ટી-૯૭૨૫ નંબરના ટ્રકને શંકાસ્પદ જણાતાં અટકાવી તલાસી લેતાં આ ટ્રકના ઠાઠામાં ૮ ભેંસો તથા ભેંસોના ૮ બચ્ચાને ખીચોખીચ ક્રુરતાપુર્વક દોરડાથી બાંધી રખાયેલા અને પાણી કે ઘાંસચારાની પણ વ્યવસ્થા ન રાખવામાં આવી હોઇ જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં જીવદયા કાર્યકર લાખાભાઇ ચનાભાઇ ચાવડીયાની ફરિયાદ પરથી જુનાગઢ માણાવદરના વેજા હરદાસભાઇ કોડીયાતર, રાજુ પુંજાભાઇ ભારાઇ અને મહેશ વેજાભાઇ સામડા સામે પશુ પ્રત્યે ક્રુરતા નિવારણની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી પશુઓને પાંજરાપોળમાં મોકલવા તજવીજ કરી હતી. પીએસઆઇ એચ. એમ. જાડેજા સહિતે કાર્યવાહી કરી હતી.

(10:46 am IST)