Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

વિરાણી ચોકના વેપારી દિપેશ કોટેચા પર ભગવતીપરામાં કોટુંબીક સાળી એકતાનો તલવારથી હુમલોઃ આંગળી ભાંગી ગઇઃ દિપેશના પત્નિ સંગીતાને પણ પેટમાં ઇજા

રાજકોટઃ વિરાણી ચોક ગોકુલ હોસ્પિટલ પાછળ વિદ્યાનગર રોડ પર રહેતાં અને મોબાઇલ એકસેસરીઝનો વેપાર કરતાં દિપેશ મહેશભાઇ કોટેચા (ઉ.૩૭) પર ભગવતીપરા દત્તાત્રેય સ્કૂલ પાસે તેની કોૈટુંબીક સાળી ભગવતીપરા-૭માં રહેતી એકતા રમેશભાઇ આકવીયાએ ઉંધી તલવારથી હુમલો કરતાં દિપેશ બચવા માટે હાથ આડો રાખતાં ડાબા હાથની ટચલી આંગળીમાં ઘા લાગી જતાં આંગળી ભાંગી ગઇ હતી. આ વખતે દિપેશના પત્નિ સંગીતા કોટેચા વચ્ચે પડતાં તેને પણ પેટમાં ઢીકાપાટુ મારી ઇજા કરાઇ હતી.

દિપેશે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ તેની ફરિયાદ પરથી એકતા સામે ગુનો નોંધ્યો છે. દિપેશે આરોપ મુકયો છે કે તેને તથા તેની પત્નિ સંગીતા બંનેને કોૈટુંબીક સાળી એકતા ફોન કરીને તેમજ મેસેજ કરીને હેરાન પરેશાન કરતી હોઇ પતિ-પત્નિ તેણીને આવુ નહિ કરવા સમજાવવા જતાં તે ઉશ્કેરાઇ ગઇ હતી અને તલવારથી હુમલો કર્યો હતો.

(10:46 am IST)