Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

કેથીનોના ડ્રગ્સ આપનાર ઘાંચીવાડના ઇરફાન ઉર્ફ રઘુને એસઓજીએ પકડી ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો

એરપોર્ટ રોડ ફાટક પાસેથી પકડાયેલા બે શખ્સને

રાજકોટઃ એરપોર્ટ રોડ ફાટકથી ભોમેશ્વર તરફ જતાં રસ્તા પરથી જુનાગઢના બીલખા મેઇન બજાર રોડ પર રહેતાં મયુર દિલીપભાઇ જાડા (ઉ.૨૫) અને રાજકોટ એકઝાનનગર-૫ના ખુણે રહેતાં સોયેબ યુનુસભાઇ મામટી (ઉ.૩૧)ને કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્સ સાથે એસઓજીએ પકડી લીધા બાદ આ બંનેને ડ્રગ્સ આપનાર ઘાંચીવાડ-૨/૭ના ખુણે રહેતાં ઇરફાન ઉર્ફ રઘુ અબ્બાસભાઇ પટણી (ઉ.૪૩)ને એસઓજીના પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અન્સારી, ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, કિસનભાઇ આહિર સહિતે પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો છે.

(10:48 am IST)