Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

દૂધ સાગર રોડ પરથી 7 પેટી દારૂ ભરેલી અલ્ટો કાર પેરોલ ફરલો સ્ક્વોડે પકડી: જી.જે.૧૧-એસ-૬૪૭૦ નમ્બરની કારના માલિકની શોધખોળ

પીએસઆઇ અસલમ અન્સારી અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરના દુધ સાગર મેઇન રોડ ગુજરાત હાઉસીંગના કવાટર સાગર ચોકમાં એક સફેદ કલરની અલ્ટો કાર જેના રજી. નંબર- જી.જે.૧૧.એસ.-૬૪૭૦ વાળી રેઢી પડેલ છે અને તેમાં વીદેશી દારૂનો જથ્થો છે તેવી બાતમી પો.કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ શીરાજભાઇ ચાનીયા અનેબપો.કોન્સ યુવરાજસિંહ રાણાને મળતા ત્યાં પહોંચી કારમાં તલાશી લેતા અંદરથી મેકેડોવેલ્સ નં-૧ સુપીરીઅર વ્હિસ્કી ઓરીજીનલ ૭૫૦ એમ.એલ કંપની શીલ પેક બોટલ નંગ-૮૪ કી.રૂા.૩૩,૬૦૦નો જથ્થો મળતા તે તથા કાર મળી કુલ રૂ ૧,૬૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પઓલિસ કમીશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી  ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી (ક્રાઇમ) ડી.વી.બસીયાએ તહેવાર અંતર્ગત ખાસ પેટ્રોલિંગ કરવા સૂચના આપી હોઈ પોલીસ સબ ઇન્સપેકટર એમ.એસ.અંસારી, હેડકોન્સ ઝહીરભાઇ ખફીફ, કોન્સ. અનીલસિંહ ગોહીલ,, કોન્સ યુવરાજસિંહ રાણા.કોન્સ શીરાજભાઇ ચાનીયા તથા કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી છે. 

(1:11 pm IST)