Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રાજકોટ મનપાની જુનીયર ક્લાર્કની પરીક્ષામાં 44 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા

122 જગ્યા: કુલ 4૫,૩૯૭ ઉમેદવારોમાંથી ૧૯,૮૧૮ ઉમેદવારો ગેરહાજર રહ્યા અને ૨૫,૫૭૯ ઉમેદવારોએ પરીક્ષા આપી : 6 શહેરોમાં પરીક્ષા યોજાઈ

રાજકોટ : મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા આજે તા .૨૪  ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી ૧.૩૦ કલાક સુધી રાજ્યના કુલ -૦૬ કેન્દ્રો રાજકોટ , અમદાવાદ , સુરત , ગાંધીનગર , જુનાગઢ અને જામનગર ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવી . આ લેખિત પરીક્ષાના કુલ ઉમેદવારો -૪૫,૩૯૭ નોંધાયેલ .  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા અન્વયે કુલ -૯૫ જેટલાં વિડીયોગ્રાફર તથા દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ . તેમજ પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાનાં કુલ -૨૧૫ જેટલા અધિકારી / કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ હતી . 

 હાલની નોવેલ કોરોના ( COVID - 19 ) વાયરસની સરકારશ્રીની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ . જેમાં ખાસ કરીને , દરેક પરીક્ષા કેન્દ્રમાં બ્લોક દીઠ ફક્ત ૨૮ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ . પરીક્ષામાં આવનાર તમામ ઉમેદવારો તથા સ્ટાફનું પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર સેનીટાઇઝેશન , મો તથા નાક સંપૂર્ણ ઢંકાય તે રીતે માસ્ક પહેરવા સુચના આપવામાં આવેલ . વિશેષમાં પરીક્ષા કેન્દ્ર પર સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવેલ . આમ , રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા એકંદરે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે . તેમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેકમ શાખાના આસી.મેનેજર શ્રી ઘોણીયાએ જણાવ્યુ હતુ.

 કયા કેન્દ્રોમાં કેટલા ઉમેદવારો હાજર-ગેરહાજર રહ્યા : માહિતી

(11:29 pm IST)