Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રમતાં-રમતાં પુલમાં પડી જતાં મજૂર દંપતિની દિકરીનું મોત

રાજકોટ તા. ૨૪: કુવાડવા રોડ પર  યાતાયાત પેટ્રોલ પંપ સામે આવેલા ફાર્મ કનૈયા ફાર્મ હાઉસમાં મજૂરી કરતાં અને ત્યાં જ રહેતા મુળ ગોધરા તરફના મજૂર દંપતિની દિકરી કવિતા રમેશભાઇ વાસ્કલે (ઉ.વ.૩) સાંજે ચારેક વાગ્યે સ્વીમિંગ પૂલમાં પડી જતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના તબિબે બાળાને મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએઅસાઇ આર. એન. વાણીયાએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. માતા-પિતા ફાર્મમાં એક વર્ષથી કામ કરે છે. તેઓ કામ કરતાં હતાં ત્યારે બાળકી રમતી રમતી પૂલ પાસે ગઇ હતી અને પાણીમાં પડી ગઇ હતી. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(1:27 pm IST)
  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST