Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વોર્ડ નં. ૮મા નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ

રાજકોટઃ. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૮માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ ગઈકાલે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરાયું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ તે વખતની તસ્વીર. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ધાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં. ૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ અશ્વિનભાઈ પાંભર, કાથડભાઈ ડાંગર, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકિયા, શિક્ષણ સમિતિના સભ્ય કિરણબેન માકડિયા, અલ્કાબેન કામદાર, વોર્ડ નં. ૮ના ભાજપ અગ્રણી રીટાબેન સખીયા, હર્ષિદાબેન પટેલ, જ્યોત્સનાબેન લાખાણી, પુર્વેશભાઈ ભટ્ટ, શકિત રાઠોડ, ભરતભાઈ રામોલીયા, સમીરભાઈ ખીરા, મનસુખભાઈ પીપળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:36 pm IST)