Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

યુનિવર્સિટી પાસે ૫૦ ચો.મી.નું દબાણ દૂર કરતા મામલતદાર

રાજકોટ, તા. ૨૪ :. યુનિવર્સિટી રોડ ઉપર યુનિવર્સિટી રોડ પાસે સરકારી ખરાબામાં ઉભુ કરાયેલ એક નાનુ ૫૦ ચો.મી.નું દબાણ આજે પશ્ચિમ મામલતદાર શ્રી ભગોરા અને સર્કલ ઓફિસર શ્રી મોલીક ટીંબડીયાએ દૂર કરી ૫૦ લાખની જમીન છૂટી કરાવી હતી.

દબાણકર્તાએ પોતાના મકાનની બાજુમાં આવેલ આ સરકારી ખરાબાની જમીન પોતાનામાં વાળી લીધી હતી તે દબાણ દૂર કરાયુ હતું.

તો કોર્પોરેશનની ટીમે આ મકાન માલિકે ગેરકાયદેસર રીતે મકાનનું છજુ બહાર કાઢયુ હતુ તે તોડી પાડી નોટીસ ફટકારી હતી.

(3:27 pm IST)