Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જંગલેશ્વરની રમાએ રમેશ અને સુખદેવ સાથે મળી વરલીનો અડ્ડો ચાલુ કર્યો'તોઃ ક્રાઇમ બ્રાંચે ૪૦ને પકડયાઃ ૩.૪૪ લાખની રોકડ કબ્‍જે

રાજકોટ ઉપરાંત ધ્રોલ, જસદણ, ગોંડલ-પડવલા, બોટાદથી જુગટૂ રમવા શોખીનો આવ્‍યા હતાં : ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, એલ. એલ. ચાવડા અને બી. ટી. ગોહિલ તથા ટીમનો દરોડોઃ ૩૩ મોબાઇલ મળી કુલ ૩.૧૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ પકડાયેલા શખ્‍સોને પોલીસ સ્‍ટેશને લઇ જવા બસ બોલાવવી પડી : વરલી રમતાં એક સાથે ૪૦ પકડાયા હોય તેવો રાજકોટમાં પ્રથમ દરોડોઃ ભાગી ગયેલી રમા ઉર્ફ રહેમત અને સાગ્રીત રમેશ : લાવડીયાની શોધખોળ : એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી સફળ દરોડો

રાજકોટ તા. ૨૩: જંગલેશ્વરના હુશેની ચોક પાસે આવેલા એક મકાનમાં નામચીન મહિલા રમા ઉર્ફ રહેમત જાવદી જુણેજાએ ફરીથી જૂગારનો અડ્ડો ચાલુ કર્યાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૪૦ જુગારીઓને ઝડપી લીધા હતાં. જો કે રમા ઉર્ફ રહેમત અને તેનોસાગ્રીત રમેશ લાવડીયા હાથમાં આવ્‍યા નહોતા. પોલીસે રોકડા રૂા. ૩,૪૪,૧૦૦ તથા રૂા. ૧,૮૬,૫૦૦ના ૩૩ મોબાઇલ ફોન, આંકડા લખેલી ચિઠ્ઠીઓ અને બોલપેનો મળી કુલ રૂા. ૫,૩૦,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી રમા અને સાગ્રીતની શોધખોળ આદરી છે. દરોડામાં શહેરભરના અલગ અલગ વિસ્‍તારોમાંથી તેમજ ધ્રોલ, બોટાદ, જસદણ, પડવલા-ગોંડલથી પણ જૂગારીઓ આવ્‍યા હતાં.

ક્રાઇમ બ્રાંચની ટીમ ચુંટણી અંતર્ગત દારૂ-જૂગારની પ્રવૃતિઓ સદંતર નાબુદ થાય તે માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતાં આ કર્મચારીઓએ રિક્ષામાં બેસી જંગલેશ્વરમાં રમા ઉર્ફ રહેમતના અડ્ડા પર પહોંચી દરોડો પાડયો હતો. પાછળ પાછળ બીજી ટીમ પણ ત્રાટકી ગઇ હતી. જ્‍યાંથી ૪૦ શખ્‍સો વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં ઝડપાઇ ગયા હતાં. જો કે રમા અને તેનો સાગ્રીત રમેશ કાળુભાઇ લાવડીયા હાજર મળ્‍યા નહોતા. જ્‍યારે રમાનો અન્‍ય સાગ્રીત સુખદેવ કાળુભાઇ ચાવડા (આહિર) (ઉ.વ.૨૯-રહે. રાધાકૃષ્‍ણનગર-૧૮, જંગલેશ્વર) જૂગાર રમાડતો મળી આવ્‍યો હતો.

પોલીસે સુખદેવ ઉપરાંત રમવા આવેલા અબ્‍બાસ હાજીભાઇ સંધવાણી (ઉ.૪૭-રહે. ઢેબર કોલોની જુસબભાઇના મકાનમાં),  ધીરજલાલ પોપટલાલ રાણપરા (ઉ.૬૨-રહે. દેવપરા વિવેકાનંદનગર-૨), અશ્વિન ભુદરજીભાઇ રાણપરા (ઉ.૬૬-રહે. સિતારામ સોસાયટી-૪ કોઠારીયા રોડ), રાજેશ મોહનભાઇ હદીયા (ઉ.૪૫-રહે. શિવમ્‌ પાર્ક-૧૦, બ્રહ્માણી હોલ પાછળ કોઠારીયા રોડ), નઝીર નસરૂદ્દીન અંસારી (ઉ.૫૦-રહે. શ્રી હરિ સોસાયટી, કોઠારીયા ચોકડી રીંગ રોડ), વિજય ખેંગારભાઇ પરમાર (ઉ.૩૦-રહે. ધ્રોલ, ચામુંડા પ્‍લોટ), જયદિપ પ્રભાતભાઇ કાનગડ (ઉ.૩૦-રહે. બાલાજી પાર્ક પાલવ સ્‍કૂલવાળી શેરી-૨ કોઠારીયા રોડ), દિપક પ્રભાતભાઇ ડાંગર (ઉ.૨૬-રહે. રાધાકૃષ્‍ણનગર-૧૮, જંગલેશ્વર), ભગવાનદાસ ચંદીરામભાઇ ખુવા (ઉ.૩૨-રહે. પટેલ નગર-૪, ૫૦ ફુટ રોડ), સંજય રામકુમાર પંડિત (ઉ.૨૪-રહે. પટેલનગર-૫, બાપુનગર કાટા પાસે), અનવરહુશેન હનીફમિયા કાદરી (ઉ.૪૧-રહે. જંગલેશ્વર હુશેની ચોક), જીગર પ્રવિણભાઇ મિયાત્રા (ઉ.૨૩-રહે. નાડોદાનગર-૪ કોઠારીયા રોડ), શાહરૂખ હાસમભાઇ નાઇ (ઉ.૨૯-રહે.  જંગલેશ્વર-૨), અંજુમ ઇસ્‍માઇલભાઇ ખીયાણી (ઉ.૪૯-રહે. જંગલેશ્વર-૯/૧૩ નુરાની ચોક), લીયાકતઅલી સોૈકતઅલી શેખ (ઉ.૨૭-રહે. જંગયલેશ્વર-૨ વોંકળા પાસે), મુકેશ બચુભાઇ બારૈયા (ઉ.૪૨-રહે. પડવલા, તા. ગોંડલ), અબ્‍બાસ મામદભાઇ દલ (ઉ.૫૭-રહે. જંગલેશ્વર ભવાની ચોક, નિલમબાગ બ્‍લોક-૫૮), અશોક બાબુભાઇ રાઠોડ (ઉ.૩૬-રહે. રૈયાધાર પાણીના ટાંકા પાસે આવાસ ક્‍વાર્ટર ૫૦૧), વિજય પરષોત્તમભાઇ મકવાણા (ઉ.૩૬-રહે. રણુજા મંદિર સોમનાથ-૨નો ખુણો), બાપુભાઇ નાનાભાઇ ભુરીયા (ઉ.૨૦-રહે. પીરવાડી ગણેશ મારબલ પાસે ઝૂપડામાં), શૈલેષ વનમાળીભાઇ પલાણ (ઉ.૪૧-રહે. નિલકંઠ સિનેમા પાસે પુનિત સોસાયટી-૧), અર્પણ નારણભાઇ કારેણા (ઉ.૨૩-રહે. ઉમિયા ચોક રાધે હોટલ પાછળ જશરાજનગર-૫), હારૂન અજીતભાઇ પીંજારા (ઉ.૫૦-રહે. ગાયત્રીનગર ઢેબર કોલોની ક્‍વાર્ટર-૧૫૫), કલ્‍પેશ નટુભાઇ જોટાણી (ઉ.૩૫-રહે. કોઠારીયા રોડ માધવ હોલવાળી શેરી-૪), રાજેશ અરવિંદભાઇ બોડા (ઉ.૪૦-રહે. સુર્યદેવનગર-૪ હુડકો ક્‍વાર્ટર પાછળ),  ઇમરાન કાસમભાઇ પીપરવાડીયા (ઉ.૩૨-જંગલેશ્વર-૨૬ તવક્કલ ચોક), પ્રભાત ધનજીભાઇ પરમાર (ઉ.૫૪-રહે. રામનાથપરા પોલીસ લાઇન પાછળ ફાતેમાબાઇવાળી શેરી), મુનશી બાબુભાઇ ભુરીયા (ઉ.૨૭-પીરવાડી ગણેશ મારબલ પાસે ઝૂપડામાં), ઇમરાન મહેબુબભાઇ કરગથરા (ઉ.૩૨-રહે. જંગલેશ્વર-૨ નઝરાના મંજીલ), અશોક મનસુખભાઇ માથોળીયા (ઉ.૩૪-રહે. કેન્‍દ્રીય વિદ્યાલય પાસે સુરખા તા. બોટાદ), અમિત વિનોદભાઇ જોષી (ઉ.૪૬-રહે. શેઠ હાઇસ્‍કૂલ પાસે વાણીયાવાડી બગીચા સામે), સુરેશ ભવાનભાઇ બેલા (ઉ.૨૭-રહે. વાસુરપરા જસદણ શેરી નં. ૧૫), બલવાન રામલખન વાઘેલા (ઉ.૩૫-રહે. દેવપરા હુડકો ચોકી પાસે ક્રિષ્‍ના પાન ચોક), રાજદિપ કાળુભાઇ ચાવડા (ઉ.૨૩-રહે. જંગલેશ્વર રાધાકૃષ્‍ણનગર-૨૦), મહમદશા જમાલશા શાહમદાર (ઉ.૪૦-રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ બી-૨૧ બીજો માળ), ઇસ્‍માઇલખાન શકુરખાન મન્‍સુર (ઉ.૩૮-રહે.મ વડી ચોકડી શાક માર્કેટ પાછળ) અને ધનજી લવજીભાઇ સુરેલા (ઉ.૬૦-રહે. ખોખડદળ નદી પાસે વેલનાથ સોસાયટી)ને પકડી લીધા હતાં.

 પોલીસે રૂા. ૩,૪૪,૧૦૦ની રોકડ તથા મોબાઇલ ફોન ૩૩ રૂા. ૧,૮૬,૫૦૦ના અને આંકડા લખેલી ચિઠ્ઠીઓ તેમજ બોલપેનો મળી રૂા. ૫,૩૦,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ઝડપાયેલા જૂગારીઓને ડીસીબી પોલીસ સ્‍ટેશને લઇ જવા માટે બસ બોલાવવી પડી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અને રાહબરી હેઠળ આ કામગીરી પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ એલ. એલ. ચાવડા, પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એ. એસ. ગરચર, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ, નિલેષભાઇ ડામોર, પ્રદિપસિંહ જાડેજા, કોન્‍સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, ચેતનસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

પ્રાથમિક વિગતો મુજબ રમા ઉર્ફ રહેમત કે જે આ અડ્ડાની મુખ્‍ય સુત્રધાર છે તેણે રમેશ લાવડીયા અને સુખદેવ ચાવડા સાથે મળી વરલીનો જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ હતું. જ્‍યાં શહેરભરના અલગ અલગ વિસ્‍તારોમાંથી જૂગારીઓ ભેગા થયા હતાં. બહારગામથી પણ અમુક આવ્‍યા હતાં. દરોડો પડતાં રમા ઉર્ફ રહેમત અને સાગ્રીત રમેશ લાવડીયા ભાગી ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

(4:12 pm IST)