Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

બાબરીયા V/S બથવાર V/S સાગઠિયા

રાજકોટ ૭૧માં ખરાખરીનો જંગ : ભાજપના ભાનુબેન બાબરીયા, કોંગ્રેસના સુરેશ બથવાર તથા ‘આપ'ના વશરામ સાગઠીયા સહિત ૧૧ ઉમેદવારો મેદાને : આ બેઠકમાં શહેરના ૩ વોર્ડના ૧.૯૧ લાખ તથા ત્રણ તાલુકાના ૩૪ ગામો સહિત કુલ ૩.૬૬ લાખ મતદારો : આ બેઠકના ત્રણેય ઉમેદવારો ઉચ્‍ચ શિક્ષિત : શહેરના મત નિર્ણાયક સાબિત થઇ શકે : ગ્રામ્‍ય વિસ્‍તાર પાસુપલ્‍ટી શકશે

રાજકોટ,તા. ૨૩ : વિધાનસભા ચૂંટણીના મતદાનમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, જાહેર પ્રચાર પણ આ આવતા અઠવાડીયાની શરૂઆત સુધી જ ચાલુ રહેશે. ત્‍યારે રાજકોટ ગ્રામ્‍યની બેઠક ઉપર બરાબરીનો જંગ જામ્‍યો છે. ભાજપે બે વખતના ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાને ફરી ટીકીટ આપી છે, તો કોંગ્રેસે પણ ઇલેકટ્રીક એન્‍જીનીયર અને જુના આગેવાન સુરેશભાઇ બથવારને મેદાનમાં ઉતાર્યા છે, જ્‍યારે આમ આદમી પાર્ટીએ રાજકીય આટાપાટામાં હોશીંયાર વશરામભાઇ સાગઠીયા ઉપર બેઠક જીતવાનો વિશ્વાસ મુકયો છે. ત્‍યારે ૩.૬૬ લાખ મતદારો  ધરાવતી આ બેઠક ઉપર ખરાખરીનો ખેલ જામવાનો છે. આ બેઠક અનામત છે.

અન્‍ય બેઠકોની જેમ આ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારનું નામ જાહેર થતા ઘણા લોકોને રીપીટ આર્ય થયું હતું. પરંતુ રાજકોટમાં ચાર પૈકી બે બેઠક પર મહિલાને ટીકીટ આપવાના ભાજપના નવા વ્‍યુહના કારણે પણ ભાનુબેનને તક મળી ગઇ છે. તેઓ હાલ વોર્ડ નં.૧ના કોર્પોરેટર પણ છે. શહેર અને ગ્રામ્‍ય બંને મત વિસ્‍તારમાં તેઓ અગાઉ કરેલા કામો અને હવે કરવાના કામોની વાત કરે છે.

ગત ચૂંટણી વખતે છેલ્લી ઘડીએ સુરેશ બથવારનું નામ પડતું મુકીને કોંગ્રેસે વશરામભાઇ સાગઠીયાને ટીકીટ આપી હતી. ભાજપના ઉમેદવાર લાખાભાઇ સાગઠીયા સામે તેમનો પાતળી સરસાઇથી પરાજય થયો હતો. આ સાથે લાખાભાઇ સાગઠીયા પ્રથમ વખત ધારાસભામાં ચૂંટાયા હતા. ચાર બેઠક પૈકી આ એક બેઠક પર ભાજપ ઉમેદવારને રીપીટ કરશે તેવી વાત વધુ નિશ્ચિત લાગતી હતી. પરંતુ તેમનું નામ પણ કપાઇ ગયું હતું અને લગભગ દર વખતે ઉમેદવાર બદલવાની પરંપરા ભાજપે ચાલુ રાખી હતી.

આ મતક્ષેત્રમાં શહેરી વિસ્‍તારની સુવિધા સાથે ગામડાની જરૂરીયાતોનો પણ પક્ષોએ ખ્‍યાલ રાખવો પડે છે. રાજકોટમાં લોકોને સ્‍માર્ટ સીટી જેવી સુવિધા પહોંચાડવી પડે છે. તો ગામડામાં રસ્‍તાથી માંડી જુદી જુદી પ્રાથમિક સુવિધાની વાત હજુ કરવી પડે છે. ગામડાના ટેસ્‍ટ મુજબ મતદારો સાથે ખાટલે અને પાથરણા ઉપર પણ બેસીને વાત કરવી પડે છે.

આ મતક્ષેત્રમાં રહેલા ૩૬૬૯૫૬ મત પૈકી ૧.૯૧ લાખ મતદાર રાજકોટમાં છે. આથી આ મત વિસ્‍તારમાં થતા વિકાસની વાત ભાજપ કરી શકે છે. વોર્ડ નં.૧૧ અને ૧૨ ઉ૫રાંત વોર્ડ નં.૧૮દ્ગટ પણ એક ભાગ આ વિધાનસભામાં છે. જે તમામ વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો રહેલા છે. રાજકોટના મેયર પણ વોર્ડ નં.૧૧માંથી આવે છે તે મહત્‍વની વાત છે.

રાજકોટ-૭૧ ગ્રામ્‍યની બેઠક આમ તો વર્ષોથી અનામત રહેલી છે. શહેરના ત્રણ વોર્ડ ઉપરાંત શાપર-વેરાવળ, કોટડાસાંગાણી, લોધીકા તાલુકાનો સમાવેશ થયો છે.

ગ્રામ્‍ય મત ક્ષેત્રમાં શહેરના ૧.૯૧ લાખ અને ગ્રામ્‍યના મળી કુલ ૩૬૬૯૫૬ મતદારો રહેલા છે. મવડી વિસ્‍તારના વોર્ડ નં.૧૧, ૧૨ના મત નિર્ણાયક બને છે. નં.૧૮ના કોઠારીયા રોડનો પણ એક નાનો ભાગ આવે છે.

૧.૭૬ લાખ જેટલા ગ્રામ્‍ય મતદારો પરિણામમાં ગમે ત્‍યારે ઉથલપાથલ સર્જી શકે છે.

અનામત બેઠકમાં શહેરમાં રહેલા ૧.૯૧ લાખ પૈકી ૧.૧૫ લાખ કડવા અને લેઉવા પટેલ મતદાર છે. તો ૨૬૩૩૮ પ્રજાપતિ, ૨૫૦૦૦ કડીયા, ૧૧૦૦૦ ક્ષત્રિય, ૩૧૦૦૦ દલિત, ૧૫૦૦૦ બ્રાહ્મ ણ, ૭૦૦૦ લોહાણા, અન્‍ય જ્ઞાતિના ૫૫૦૦૦ મત અંકે કરવા પક્ષોની સ્‍ટેટેજી હોય છે.

ગત ચૂંટણીમાં કયા વોર્ડમાં કેટલા ટકા મતદાન

ગત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં રાજકોટ ૭૧ (ગ્રામ્‍ય) બેઠકમાં વોર્ડ નં. ૧૧,૧૨,૧૩ (પાર્ટ), ૧૮ તથા ૩૪ ગામડાઓનો સમાવેશ થાય છે. જેમાં વોર્ડ નં. ૧૧માં ૬૪ ટકા, વોર્ડ નં. ૧૨ માં ૬૩ ટકા તથા વોર્ડ નં. ૧૮માં ૬૦.૪૬ ટકા મતદાન થયું હતું.

૧૧ ઉમેદવારો વચ્‍ચે જંગ

રાજકોટ ૭૧ (ગ્રામ્‍ય) બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, વ્‍યવસ્‍થા, પરિવર્તન પાર્ટી, આમ આદમી પાર્ટી તથા અપક્ષ સહિત ૧૧ ઉમેદવારો વચ્‍ચે જંગ જામશે.

ગત ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું હતુ

ગત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના લાખાભાઇ સાગઠીયા સામે કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયા ચૂંટણી લડયા હતા. રાજકોટ-૭૧ના ભાજપના લાખાભાઇને ૧૫૦૦થી વધુ મતોની પાતળી સરસાઇથી વિજય થયો હતો.

 

 

 

વોર્ડ વાઇઝ મતદારો

રાજકોટ : રાજકોટ ગ્રામ્‍ય બેઠકમાં વોર્ડ નં. ૧૧,૧૨,૧૩ (પાર્ટ) તથા ૧૮ તથા કોટડાસાંગાણી, લોધીકા તથા રાજકોટ તાલુકાના ૩૪ ગામડાઓનો સમાવેશ થાય છે.

વોર્ડ           કુલ મતદારો

૧૧            ૬૬,૭૫૩

૧૨            ૫૯,૮૬૧

૧૩ (પાર્ટ)     ૧૫,૮૦૭

૧૮            ૪૭,૯૬૨

 

 

ફરી ધારાસભ્ય બનવા ભાનુબેનનો જામવંતો લોકસંપર્ક

નામઃ ભાનુબેન મનોહરભાઇ બાબરીયા

જન્‍મતારીખઃ ૧૪/૯/૧૯૭૫

અભ્‍યાસ : બી.એ. એલએલ.બી (સેમ-૩)

 •  ૨૦૦૭ થી ૨૦૧૨ તથા ૨૦૧૨ થી ૨૦૧૭, ધારાસભ્‍ય-રાજકોટ (ગ્રામ્‍ય-૭૧)
 •  ૨૦૨૧થી વોર્ડ નં. ૧ કોર્પોરેટર -રાજકોટ મહાનગરપાલિકા
 •  ૨૦૦૯ થી પ્રવેશ કારોબારી સભ્‍ય ચાલુ
 •  ૨૦૧૭થી ૨૦૨૧ પૂર્વ રાષ્‍ટ્રીય મંત્રી અનુ. જાતિ મોરચા, દિલ્‍હી -રાષ્‍ટ્રીય કાર્યકારી
 •  સદસ્‍ય અનુસુચિત જાતિ મોરચા, દિલ્‍હી (હાલ) વર્તમાન (૨૦૦૧થી)
 •  પૂર્વ રાષ્‍ટ્રીય મંત્રી અનુસુચિત જાતિ મોરચા, નવી દિલ્‍હી (૨૦૧૭થી ૨૦૨૧)

 

કોંગ્રેસ માટે સુરેશભાઇ ‘બાથ’ ભીડશે

નામઃ સુરેશભાઇ કરશનભાઇ બથવાર

જન્‍મ તારીખઃ ૧/૬/૧૯૭૨

અભ્‍યાસઃ B.E.(Electrical)/LLB/M.J.M.C

 •  મેનેજીંગ ટ્રસ્‍ટી માતૃ શ્રી શાંતાબા આર્ટસ અને લો કોલેજ રાજકોટ
 •  ભૂતપૂર્વ સેનેટ સભ્‍ય, (૧૦ વર્ષ), સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
 •  ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી, એલ.ઇ. એન્‍જિનિયરિંગ કોલેજ, મોરબી
 •  ભૂતપૂર્વ સેક્રેટરી એન.એસ.યુ.આઇ., રાજકોટ જિલ્લા (૧૯૯૫-૯૮)
 •  ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્‍ટ, યુથ કોંગ્રેસ, રાજકોટ જિલ્લા (૧૯૯૯-૨૦૦૧)
 •  ભૂતપૂર્વ પ્રેસિડેન્‍ટ, પેન્‍થર સ્‍ટુડન્‍ટ ફેડરેશન (ગુજરાત એસ.સી., એસ.ટી., સ્‍ટુડન્‍ટ ઓફ એન્‍જિનિયરિંગ)
 •  ભૂતપૂર્વ ડેપ્‍યુટી એકઝીકયુટીવ એન્‍જીનીયર, પી.જી.વી.સી.એલ., રાજકોટ.
 •  ભૂતપૂર્વ સેક્રેટરી, ગુજરાત ઇલેક્‍ટ્રિસીટી બોર્ડ એન્‍જિનિયરિંગ એસોસિએશન.

 

વશરામભાઇ સાગઠીયા પરિચય ઝલક

નામઃ વશરામભાઇ આલાભાઇ સાગઠીયા

અભ્‍યાસ : બી.કોમ. એલ.એલ.બી.

જન્‍મ તારીખ : ૧૪/૫/૧૯૬૫

 •  ૧૯૮૯માં બોટાદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકીય કારર્કિદીનો પ્રારંભ કર્યો હતો. ૧૯૯૨ની રાજકોટમાં શહેરમાં સક્રિય કાર્યકર, યુથ કોંગ્રેસ મહામંત્રી, કોંગ્રેસ મહામંત્રી, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ તથા સંગઠનમાં વિવિધ જવાબદારી સંભાળી.
 •  ૨૦૧૦થી કોંગ્રેસ કોર્પોરેટર તરીકે ચૂંટાયા.
 •  મનપામાં ૧/૧/૨૦૧૬ થી ૧૪/૧૨/૨૦૨૦ સુધી વિરોધ પક્ષના નેતા રહ્યા. તાજેતરમાં ‘આપ'માં જોડાયા, આમ આદમી પાર્ટીમાં વિવિધ જવાબદારી સંભાળી રહ્યા છે.
 •  ડો.બાબાસાહેબ આંબેડકર ટ્રસ્‍ટના પુર્વ પ્રમુખ,
 • શ્રી અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્‍ડ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના સ્‍થાપક.
 • મુકનાયક સમતા સંગઠનના ટ્રસ્‍ટી-અમદાવાદ.

 

 

 

રાજકોટમાં ૭૧ (ગ્રામ્‍ય)માં અંદાજીત જ્ઞાતીવાઇઝ મતદારો

જ્ઞાતી             સંખ્‍યા

બ્રાહ્મણ            ૧૪૯૪૭

જૈન               ર૦પ૩

લેઉવા પટેલ      ૮૦૮૬૧

કડવા પટેલ       ૩૪૧૦૧

લોહાણા           ૬૯૪પ

પ્રજાપતી          ર૬૩૩૮

કડીયા               રપ૧૬૯

કોળી (તળપદા)   ૬પ૩૩

કોળી (ચુવાળીયા) ર૯૯૪

સોની             ૧પ૯૩

ક્ષત્રીય            ૧૧૧૯પ

ર જપુત          ૭૭ર૦

આહિર            ૯૩૭પ

ભરવાડ(નાનાભાઇ)      ૪૧૮૭

ભરવાડ (મોટાભાઇ)     ૩૬પ૯

રબારી            પ૦૧

દલીત            ૩૧૦૭પ

મુસ્‍લીમ           ૪૩૪પ

દેવીપુજક         ૯રર

દરજી             ૧૯૩૬

બાવાજી           ૪પપ૮

મોચી             ૮ર૪

સીધી             ૩પ૬

બારોટ            ર૭૯

ગઢવી            ૮પ૩

સતવારા          પ૭૬

વાણંદ            રપ૯૩

લુહાર             ર૦૮૩

સુથાર             ૪૦૪ર

માળી             ૧૦પ

પરપ્રાંતીય        રપ૦૭

કંસારા            ર૩૬ર

અન્‍ય                પપ૩૭પ

ખવાસ                ૭પ

(4:10 pm IST)