Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

કિન્‍નાખોરી, કાવા-દાવા, આયારામ-ગયારામની પ્રવૃતિ લોકશાહી માટે ખતરારૂપ બનશેઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા.ર૪ : જસદણના પુર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ અનાજનું ભવિષ્‍યમાં સંકટ સર્જાશે એવી ભીતી કે દહેશત દર્શાવેલ છે તે માનવા જોગ હોય તેવું લાગી રહયુ છે. ખાતરની તીવ્ર અછતના લીધે અનાજની અછત સર્જી શકે  છે તેના કારણે અનેક વિટંબણાઓ સહન કરવી પડે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થઇ શકે છે એવી વાત કરી છે.

અંદાજીત ૩૦ કે ઉપરાંતના વરસો પછી વિશ્વની  કે ભારતની  વસ્‍તીમાં અનેકગણો વધારો થશે. હાલમાં ઔદ્યોગીકરણ નામે ખેતીલાયક જમીનનો તથા શહેરી કરણના વિસ્‍તાર માટે બીનખેતીમાં ઉપયોગ થવાથી ભવિષ્‍યમાં વાવેતર લાયક જમીન ઓછી હશે  જેના પરિણામે અનાજ વિગેરેની તંગીના કારણે ભુખમરા જેવી પરિસ્‍થિતિનું સર્જન થઇ શકે છે. આ બાબતના નિરાકરણ માટે મનોમંથન કરવાની જરૂર છે. ઉદ્યોગો રોજી આપી શકશે પણ રોટી આપી શકશે નહી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યું છે કે વડાપ્રધાનશ્રીએ આજકાલ વિશ્વને શાંતિ સદભાવ અને સુરક્ષાની તાતી જરૂર છે એવી વાત કરેલ છે જે આવતકાર દાયક આયારામ - ગયારામની પ્રવૃતિને વેગ આપવામાં આવી રહયો છે તે ભવિષ્‍યમાં લોકશાહી માટે ખતરારૂપ બનશે એવું દેખાઇ રહયુ છે. આજે રાજકીય નેતાઓમાં કે કોઇપણ પક્ષમાં ખેલદીલી નીતિમતા સિધ્‍ધાં કે પ્રમાણીક જેવું રહયુ નથી એ હકિકત છે. શાંતી સદભાવ અને સુરક્ષા માટે દરેક પક્ષના નેતાઓ તથા દરેક સમાજના લોકોએ વર્તવું જોઇએ ખાલી વાતો કરવાથી કાંઇ વળવાનું નથી.

શાસનકર્તાઓના તથા રાજકીય નેતાઓના વાણી અને વર્તન એક થાય (સુધારો થાય) અને સામાન્‍ય વર્ગના લોકો પ્રત્‍યે સદભાવ અને સહાનુભુતી રાખવામાં આવે તો જ રામ રાજયની કલ્‍પના સાર્થક થશે. ક

(5:44 pm IST)