Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

બાલભવનમાં કાર્ટુન રંગપુરણી - ચિત્ર સ્પર્ધા

 બાલભવનમાં દર શનિવારે કરાવાતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૃપે ગત શનિવારે બાલદોસ્તો માટે કાર્ટુન રંગપૂરણી- ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. ૧૩૫ ભુલકાઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. જેમાં કાર્ટુન રંગપુરણીમાં પ્રાંસી શીંગાળા પ્રથમ, જેસીકા સોરઠીયા દ્વીતીય, તાનીયા જાની તૃતિય, માનવ લાઠીયા અને વિર સુરતી પ્રોત્સાહક ઇનામના વિજેતા બનેલ. જયારે કાર્ટુન ચિત્ર સ્પર્ધામાં પ્રાપ્તી ભીમાણી પ્રથમ, જાનકી પંડયા દ્વીતીય, દેવાંશી જોષી તૃતિય ક્રમાંકે વિજેતા બન્યા હતા. વિજેતાઓને બાલભવનના માનદ મંત્રી મનસુખભાઇ જોષી, ધર્મેન્દ્ર પંડયા, અમિતભાઇ જોષીના હસ્તે ઇનામો અને સર્ટીફીકેટથી સન્માનીત કરાયા હતા. સમગ્ર સંચાલન ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કીરીટભાઇ વ્યાસના માર્ગદર્શન હેઠળ તૃપ્તીબેન ચૌહાણે સંભાળ્યુ હતુ.

(3:33 pm IST)