Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

રવિરત્ન પાર્કમાં મહિલા મંડળ આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ

હરિ મોહનજી મહારાજના વ્યાસાસને ભાવિકોએ અઠવાડીયુ ધાર્મિક મહોત્સવને માણ્યો

રાજકોટઃ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રવીરત્ન પાર્કમાં મહિલા મંડળ આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહની ભકિતભાવ પૂર્વક પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્રિવેણી તીર્થના ગોવર્ધન નિવાસી હરી મોહનજી મહારાજે વ્યાસપીઠ પર બિરાજી કથાનું અમૃત રસપાન કરાવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. કથાકારે શ્રીકૃષ્ણના દસાવતારમાં ધ્રુવ ચરિત્ર,નૃસિંહ અવતર,નંદ મહોત્સવ, રૃક્ષ્મણી વિવાહના પ્રસંગો રસપ્રદ શૈલીમાં વર્ણવ્યા હતાં. નંદ મહોત્સવના દિવસે નંદ ઘેર આનદ ભયો, જય કનૈયા લાલ કીના ઘોષ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. મહિલા મંડળના કંચનબેન ગોધાણી, કીનાબેન વિપરીયા, જીતબેન ચેતા, ભાનુબેન ખાંટ, નલીનીબેન છગ, જ્યાબેન પટેલ, જ્યોતિબેન વ્યાસ, ભાનુબેન ગોહિલ, સરોજબેન ચૌહાણ, લીલાબા વાળા, વિજયાબેન ભુવા, વીણાબેન ચોટાઈ, અલ્કાબેન કોટેચા, પુનમબેન ગોધાણી, પલ્લવી વ્યાસ, મીતાબેન પટેલ, માનસી ચગ, પૂજા વ્યાસ, હર્ષા વ્યાસ, રીયાબેન ગોહિલ, છાયાબેન ચૌહાણ, પ્રીતીબેન તન્ના, પુજાબેન ચોટાઈ, નિધીબેન ચોટાઈ, શ્વેતાબેન પટેલ, હંસાબેન જગડાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)