Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જામનગરના બહુચર્ચિત ર૯ લકઝરી ગાડીના કૌભાંડમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૪: જામનગરના બહુ ચર્ચિત કુલ-ર૯ લકઝરીયસ અને કિંમતી ગાડીઓની ફરિયાદના કૌભાંડમાં આરોપીના જામીન મંજુર કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

જામનગરમાં તા. ર૮/૧૦/ર૦રર ના રોજ ફરીયાદી આદમભાઇ ઇસાકભાઇ ખીરા દ્વારા જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં રામભાઇ વેકરશીભાઇ કારીયા વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ. ફરીયાદની ટુંકમાં વિગત જોવામાં આવે તો અરજદાર રામભાઇ વેરશીભાઇ કારીયા દ્વારા ફરીયાદી આમદભાઇ ઇશાકભાઇ ખીરા તેમજ અન્‍ય વ્‍યકિતઓની ગાડી પવનચક્કી તથા રેલ્‍વેમાં ગાડી ભાડે રાખવાની લાલચ આપી કુલ-ર૯ જેટલી ગાડીઓ પોતાના કબજામાં લઇ અન્‍યને વેચાણ તથા ગીરો રાખી અને કાવતરૂ રચી કુલ-ર૯ લકઝરીયસ અને કિંમતી ગાડીઓનું કૌભાંડ આચરેલ જે ગુનામાં અરજદારની અટક કરવામાં આવેલ અને જેમાં અરજદાર વિરૂધ્‍ધ આઇ.પી.સી.ની કલમ-૪૦૬, ૪ર૦ અને ૧ર૦(બી) મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી.

અરજદારની ધરપકડ થયા બાદ અરજદારે તેના વકીલ મારફત જામનગરની ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ જેમાં અરજદારના વકીલએ દલીલ કરતા જણાવેલ કે અરજદારને ખોટી રીતે સંડોવી દીધેલ છે તેમજ મુદામાલ ગાડીઓ અરજદાર પાસેથી કબજે કરવામાં આવેલ નથી જેવી દલીલો કરી અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના લેન્‍ડ પાર્ક ચુકાદાઓ રજુ રાખેલ અને જે ચુકાદાઓ અને અરજદારના વકીલની દલીલો ધ્‍યાને લઇ જામનગરના ડીસ્‍ટ્રીકટ અદાલત દ્વારા રામભાઇ વેરશીભાઇ કારીયાની જામીન અરજી મંજુર કરેલ.

ઉપરોકત કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ શાહ, અશ્‍વિનભાઇ ગોસાઇ, ચિત્રાંક એસ. વ્‍યાસ, જામનગરના યુવા એડવોકેટ અનિલ લાખાણી, નિતીષ કથીરીયા, નિવીદતભાઇ પારેખ, રવિભાઇ આર. મુલીયા, કશ્‍યપભાઇ ઠાકર, નેહાબેન સી. વ્‍યાસ, બીનાબેન પટેલ, હર્ષિલ શાહ, ભાવિનભાઇ રૂઘાણી, ઉર્વીશાબેન યાદવ, સાગર વાટલીયા, સચીન ગોસ્‍વામી, રાજુભાઇ ગોસ્‍વામી વિગેરે રોકાયેલા હતા.

(5:03 pm IST)