Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જીએસટી દૂર કરી માત્ર પાંચ ટકા ઇન્‍કમટેક્ષ રાખવો જોઇએ

જ્ઞાતિવાદના ભેદભાવ ન રાખે તેવા ઉમેદવારને ચૂંટી લાવવા જોઇએ : રાજકોટ-૭૦ના અપક્ષ ઉમેદવારો ભુમીકા પટેલ અને રાકેશભાઇ રૂપાપરા કહે છ ે અપક્ષો આવશે તો ખરીદ વેચાણ અને પક્ષ પલ્‍ટા બંધ થઇ જશે

રાજકોટ : વિધાનસભા-૭૦ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારો એડવોકેટ ભુમિકા પી.પટેલ (મો.૮૮૪૯૭૮૯૧૯૮) અને રાકેશભાઇ રૂપાપરા મો. ૯૪૨૭૧૫૧૮૦૩ એ ચૂંટણીમાં ઝંપલાવ્‍યું છે તેઓ જો ચુંટાઇ આવશે તો પ્રજાલક્ષી કામગીરી કરશે જેની વિસ્‍તૃત વિગત અહિં રજૂ કરી છે.

(૧)દરેક રાજકીય પક્ષો અરસ-પરસ પક્ષ પલટો કરી રહ્યા છે. અને ખરીદ વેચાણ થઇ રહ્યા છે. તે બંધ થવો જોઇએ. અને પાર્ટીના હેડ કહે તે પ્રમાણે તમામ કાર્યો થઇ રહ્યા છે. કોઇ વ્‍યકિત કે ઉમેદવારો લોકોની સેવા કરવા માટે સ્‍વતંત્ર નિર્ણયો લઇ શકતા નથી. તેમના માટે હવે પ્રજાએ જાગૃત થઇને ખરેખર અપક્ષોને વોટીંગ આપવુ જોઇએ. જેથી પક્ષો હટશે અને પક્ષ પલટો બંધ થાશે. અને દરેક સ્‍વતંત્ર ઉમેદવાર સ્‍વૈચ્‍છીક રીતે જનતાના હિતમાં નિર્ણયો લઇ શકશે. અને અપક્ષો આવશે તો ખરીદ વેચાણ અને પક્ષ પલટો બંધ થઇ જશે.

(૨) મહિલાઓ ઉપરના અત્‍યાચાર અને મહિલા વિરુધ્‍ધના ગુન્‍હાઓને નાથવામાં સરકાર સાવ નિષ્‍ફળ રહી છે. મહિલાઓ ઉપર થતા ગુન્‍હાની ફરીયાદ નોંધાવતા પણ મહિલાઓ ડરે છે કેમ કે પોલીસ સ્‍ટેશનમાં તેમની સાથે આરોપી જેવો વ્‍યવહાર થાય છે જો અમે આવશુ તો અમારા વિસ્‍તારના તમામ પોલીસ સ્‍ટેશનમાં મહિલાઓ વિરૂધ્‍ધના ગુન્‍હાઓ નોંધાય તેની ઝડપથી તપાસ થાય અને તેને સંપૂર્ણ ન્‍યાય મળે ત્‍યાં સુધી તેની સાથે ખડેપગે રહેશું.

(૩) હાલમાં અત્‍યાર સુધીમાં કોઇ પણ પક્ષની અંદર જે કોઇ ઉમેદવારોને ટીકીટ આપવામાં આવેલ છે તે તમા મુડીવાદીઓ ઉમેદવારોને આપવામાં આવે છે મુડીવાદીઓ લોકોને સામાન્‍ય લોકોના શું પ્રશ્‍નો છે એ ખબર જ ન હોય તો એ લોકો જનતાની સેવા કઇ રીતે કરી શકશે? અમે આવશુ તો સામાન્‍ય જનતાના પ્રશ્‍નો ને સમજીશુ અને તેને સાંભળીએ તાત્‍કાલીક નીરાકરણ લાવીશુ.

(૪) જો અમે ધારાસભ્‍ય દર વર્ષે શાળાઓની ફીમા ૧૦ થી ૨૦ટકાનો વધારો કરવામાં આવે છે તે અમે નહિ લાવવા દઇએ. સરકાર આપણી  પાસે ટેકસ લે છે તો શિક્ષણ મફત આપવુ જોઇએ અને સરકારી સ્‍કુલોમાં મફત શિક્ષણ આપવામાં આવે છે પરંતુ ત્‍યા ગુણવતા યુકત શિક્ષણ મળી રહેતુ નથી. અને કોઇ સરકારી સ્‍કુલ ઇગ્‍લીશ મીડીયમ છે નહી. અને ઇંગ્‍લીશ છે તે આપણી વૈધાનીક ભાષા બનાવવામાં આવી છે પરંતુ તે શીખડાવા માટે સરકારી સ્‍કુલોમાં કોઇ વ્‍યવસ્‍થા નથી. સરકારી સ્‍કુલોમાં પણ અમો ઇગ્‍લીશ મીડીયમ સ્‍કુલો લઇ આવશુ.

(૫) અમે બને અપક્ષમાંથી એકપણ અપક્ષ આવશુ તો અમારા પડતર પ્રશ્‍નોનો જયા સુધી નિકાલ નહિ આવે ત્‍યાં સુધી અમે કોઇપણ પક્ષોને ટેકો આપશુ નહિ. અને અન્‍ય ગુજરાતમાંથી કોઇપણ અપક્ષ આવે તો એમણે પણ આ જ કરવું જોઇએ, તો જ સામાન્‍ય લોકોના કામ થઇ શકશે.

(૬) ખેડુતોના પાકનો ભાવ ફીકસ અને નિયંત્રણમાં હોવો જોઇએ તેના ઉપર દર વર્ષે ૫ ટકા વધારો થાવો જોઇએ. અમે આવશે ખેડુતોના પાકના ભાવમાં દર વર્ષે વધારો થશે પરંતુ ઘટાડો થશે નહિ.

(૭) તેમજ કોઇપણ ઉમેદવારે  જ્ઞાતિવાદ અને જાતિવાદ ન કરવુ જોઇએ દરેક જ્ઞાતિ અને જાતિનું કામ કરે તેવો ઉમેદવાર જનતાએ ચુંટીને લઇ આવવો જોઇએ.

આ સહિત ૧૪ પ્રશ્નો પૂરા કરવા જનતાને વચન આપ્‍યુ હતું. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:33 pm IST)