Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ન્‍યુ સ્‍વાતી પાર્કમાં બે મકાનમાં ૪૭ હજારની ચોરી

અજયભાઇ બાલધાના મકાનમાંથી રોકડ અને ચાંદીના બે સીક્કા અને જાનકી પાર્કમાં શૈલેષભાઇના ઘરમાં મંદિરમાં રાખેલ ૩૬ હજાર તસ્‍કરો ઉઠાવી ગયા

રાજકોટ તા. ર૪ :.. આજી ડેમ વિસ્‍તારમાં આવેલ ન્‍યુ સ્‍વાતીપાર્કમાં અને જાનકી પાર્કમાં બે મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા ચાંદીના બે સીકકા મળી રૂા. ૪૭ હજારની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ન્‍યુ સ્‍વાતી પાર્ક શેરી નં. બી-૩ મકાન નં. ૧ર૭ માં અશ્વિનભાઇ કાકડીયાના મકાનમાં ભાડે રહેતા અજયભાઇ રમેશભાઇ બાલધા (ઉ.વ.૩૦) એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે લોઠડા ગામમાં ભૂમિ ટેકનો કાસ્‍ટ પ્રા. લી. કંપનીમાં નોકરી કરે છે ગત તા. રર ના રોજ ગામડે ખેતીવાડીનું કામકાજ હોઇ, જેથી પોતે તથા પોતાના નાનાભાઇ જયેશ અને પત્‍ની પ્રજ્ઞાબેન બંને મકાનને તાળુ મારી જામકંડોરણા ગયા હતા બાદ ગત તા. ર૪ ના રોજ પોતે નોકરી ઉપર હતા ત્‍યારે પાડોશી મોહીતભાઇ નીતિનભાઇ કાકડીયાનો ફોન આવેલ કે તમારા ઘરના મેઇન દરવાજાનો હુક તૂટેલો છે. અને દરવાજો ખુલ્લો છે., તેમ વાત કરતા પોતે તાકીદે ઘરે આવતા દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળતા અંદર પ્રવેશ કરતા સામાન વેરવિખેર જોતા તીજોરી ખુલ્લી હતી અને તેમાં રૂા. ૧૦,૦૦૦ રોકડા અને ઉપરના રૂમમાં કબાટમાંથી ચાંદીના બે સિકકા જોવા ન મળતાં.

ચોરી થઇ હોવાની ખબર પડી હતી. તપાસ દરમ્‍યાન બાજૂની જાનકી પાર્કમાં રહેતા શૈલેષભાઇ નરશીભાઇ મોણપરા (ઉ.વ.૪પ) ના મકાનમાં પણ તસ્‍કરો મંદિરમાં રાખેલા રૂા. ૩૬૦૦૦ ની રોકડ ચોરી ગયા હોવાની ખબર પડતા આજી ડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ફરીયાદ દાખલ કરી હેડ કો. એમ. ડી. પરમારે તપાસ આદરી છે.

(5:01 pm IST)