Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કાલે રાજા-રાજાણી પરિવારના કુળદેવી માતાજીના સ્‍થાનકે નવચંડી યજ્ઞ

રાજકોટ તા.૨પ : રાજા-રાજાણી પરિવારના કુળદેવી શ્રી જળમાયુ માતાજી મંદિર શનાળા બાયપાસ ભક્‍તિનગર સર્કલ પાસે એસ.આર પેટ્રોલ પંપ વાળી શેરીમાં, મોરબી ખાતે  કુળદેવી શ્રી જળમાયુ માતાજીના પાવન ચરણોમાં મોરબી મંદિરે  કાલે તા.૨૬ને વસંત પંચમીના રોજ નવચંડી યજ્ઞ આયોજન કરેલ છે. આ વર્ષે મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થતા હોય પાટોત્‍સવ પ્રસંગે ત્રિપુટી યજ્ઞ યોજેલ છે.

જેમાં યજમાન  પદે કુલદીપ મહેશભાઈ રાજા(મોરબી), મુકેશભાઈ રાજાણી (ખંભાળિયા) ,દિલીપભાઈ મૂળજીભાઈરાજાણી(રાજકોટ) પરિવારજનો બિરાજશે.યજ્ઞનો પ્રારંભ સવારે ૮ કલાકે, ધજા વિધિ સવારે ૧૦ કલાકે,  બીડું હોમવાનો  સમય બપોરે ૧.૧૫ કલાકે છે.

 યજ્ઞમાં આચાર્ય પદે  દિવ્‍યેશભાઈ શાષાી બિરાજશે. યજ્ઞમાં સવારે ફરાળ તથા યજ્ઞ પૂર્ણ થતા કુટુંબીજનો સાથે પ્રસાદનુ આયોજન કરાયું છે.લાભ લેવા ટ્રસ્‍ટી મંડળ શ્રી જળમાયુ માતાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ મોરબી દ્વારા જણાવ્‍યું છે.

(11:32 am IST)