Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

વિજય પંથે આગળ વધીઍ... પ્રજાસતાક પર્વની શુભેચ્છા પાઠવતા ભૂપત બોદર

વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા...

રાજકોટ,તા. ૨૫ : જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરઍ જીલ્લાના સર્વે ગ્રામજનોને પ્રજાસતાક દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ૨૬ મી જાન્યુઆરીઍ ભારતના ઇતિહાસમાં સૌથી ખાસ અને મહત્વનો દિવસ ગણવામાં આવે છે. સમગ્ર દેશ, દેશભક્તોને યાદ કરી રહ્ના છે. તે દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસના નવા શિખર સર કરી રહ્નાં છે.

૨૧મી સદીમાં ભારતના સપનાઅો અને આકાંક્ષાઅોને પુરા કરવામાં કોઇ પણ અવરોધ હવે આપણને રોકી નહીં શકે. આપણી તાકાત આપણી જીવંતતા છે. આપણી તાકાત આપણી ઍકતા છે, આપણી પ્રાણશકિત રાષ્ટ્ર પ્રથમ-સદૈવ પ્રથમની ભાવના છે. આ સમય છે સહભાગી સપનાઅો જાવાનો, આ સમય છે સહભાગી સંકલ્પ લેવાનો, આ સમય છે સહભાગી પ્રયાસો કરવાનો.. અને આ જ સમય છે કે આપણે વિજયની દિશામાં આગળ ચાલી નીકળીઍ ઍમ ભૂપત બોદરઍ જણાવ્યું છે.

(2:41 pm IST)