Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

છોગાળા તારા... કેશરીયા તેરા... મે વો ચાંદ ગીતો સંગ દર્શન રાવલ કરશે જમાવટ : થીરકવા કરશે મજબૂર

મનપા દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્‍યાએ આજે કવિ રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્ષ ખાતે રંગારંગ આયોજન : સમગ્ર વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ કરતા અધિકારીઓ - પદાધિકારીઓ : રંગીલી પ્રજાને ઉમટી પડવા સત્તાધીશોનું નિમંત્રણ

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્‍યા એટલે કે આજે તા. ૨૫ના યોજાનાર પ્‍લેબેક સિંગર દર્શન રાવલ પ્રસ્‍તુત ‘સુનહરી સાંજ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખૂબ જ લોકચાહના ધરાવતા દર્શન રાવલની સંગીત સંધ્‍યા માણવા શહેરીજનોમાં ખૂબ જ ઉત્‍સાહ જોવા મળી રહ્યાનું મેયર પ્રદિપ ડવ, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલે જણાવ્‍યું હતું.

આ અંગે સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, સમાજ કલ્‍યાણ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા જણાવે છે કે, મહાનગરપાલિકા દ્વારા ૨૬ જાન્‍યુઆરી પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્‍યાએ આજે તા.૨૫ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે, કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ સિંગર દર્શન રાવલ પ્રસ્‍તુતᅠ‘સુનહરી સાંજ'ᅠ(સંગીત સંધ્‍યા) યોજાનાર છે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ અને ઉદઘાટક ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્‍તે થશે. આ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાશે. ᅠ

દર્શન રાવલનો પરિચય

અમદાવાદમાં જન્‍મેલ દર્શન રાવલ ખુબ જ નાની વયે ૨૦૧૩થી સંગીત ક્ષેત્રે રસ ધરાવતા હતા. હાલમાં, અનેક ફિલ્‍મોમાં ગુજરાતી અને હિન્‍દી ગીતો ગાયેલ છે. સૌ પ્રથમ હિન્‍દી ફિલ્‍મᅠ‘પ્રેમ રતન ધન પાયો'માંᅠ‘જબ તુમ ચાહો', છોગાળા તારા (લવ યાત્રી), મે વો ચાંદ (તેરા સુરૂર), તેરી આંખો મે (આલ્‍બમ સોંગ), બેખુદી (તેરા સુરુર), હવા બનકે (આલ્‍બમ સોંગ), પેહલી મહોબ્‍બત (આલ્‍બમ સોંગ), તુ મિલ્‍યા સારી કી સારી (આલ્‍બમ સોંગ), મહેરમાં (આલ્‍બમ સોંગ), તેરા ઝીકર (આલ્‍બમ સોંગ), કમરીયા (મિત્રો), કભી તુમ્‍હે (શેરશાહ), ઇસ કદર (આલ્‍બમ સોંગ), કેશરીયા તેરા (લાઈવ કોન્‍સર્ટ), એક તરફા (આલ્‍બમ સોંગ), નયન ને બંધ રાખીને (આલ્‍બમ સોંગ), ઓઢણી (મેડ ઇન ચાઈના) ગીત ગાઈ ખુબ જ લોકપ્રિય બનેલ. આ ઉપરાંત અનેક ગુજરાતી, બંગાલી, તેલુગુ ગીતો પણ ગાયેલ છે.

આ પ્રસંગે સંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્‍યᅠઉદયભાઈ કાનગડ, ધારાસભ્‍ય અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્‍યᅠરમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શક્‍તિમાન ઇન્‍ડસ્‍ટ્રીઝના હસુભાઈ ગોહેલ, સ્‍વાગત ગૃપના છગનભાઈ બુસા, પ્રશાંત કાસ્‍ટિંગ પ્રા.લી.ના શંભુભાઈ પરસાણા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

યુવાઓમાં ખુબ જ લોકચાહના ધરાવતા દર્શન રાવલ પ્રસ્‍તુત ‘સુનહરી સાંજ' માણવા શહેરીજનોમાં ખુબ જ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમને લઈને બેઠક વ્‍યવસ્‍થા માટે પાસ મેળવવા પણ ખુબ જ માંગણીઓ આવી રહી છે. દરેક કાર્યક્રમને શાનદાર બનાવવા રંગીલા રાજકોટના શહેરીજનોનો ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ રહેલ છે. આ કાર્યક્રમ માણવા પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવે છે.(૨૧.૨૮)

સુનહરી સાંજ બનશે રંગીલી : આજે સાંજે રેસકોર્ષ ખાતે બોલીવુડ સીંગરના ગીતોનું ૨૬ જાન્‍યુઆરીની પૂર્વ સંધ્‍યાએ મના દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. આયોજનની સમગ્ર વ્‍યવસ્‍થા નિહાળવા માટે મનાના પદાધિકારીઓ-અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી હતી. ઉપરોકત તસ્‍વીરમાં મેયર ડો.પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટરો મનીષભાઇ રાડીયા, જયમીન ઠાકર, પરેશ પીપળીયા, ચેતન સુરેજા, પરેશ પીપળીયા (પી.પી.), નેહલ શુકલ, ભાવેશ દેથરીયા, હાર્દિક ગોહેલ, નિરૂભા વાઘેલા, નિતિન રામાણી તથા અશ્વિન પાંચર દર્શાય છે.

અલાયદી બેઠક વ્‍યવસ્‍થા

આજની દર્શન રાવલ નાઇટ માટે મનપા દ્વારા મહેમાનો અને શહેરીજનો માટે અલાયદી બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. જેમાં મહેમાનો માટે સોફા તથા ખુરશી ગોઠવવામાં આવી છે. જ્‍યારે શહેરીજનો પણ ખુરશી અને ભારતીય બેઠકમાં કાર્યક્રમની મજા માણી શકે તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(3:25 pm IST)