Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા. તૂટયાઃ ૩ દિ'માં ૪પ રૂા.નો ઘટાડો

સીંગતેલમાં આજે વધુ ૧૦ રૂા.ના ઘટાડા સાથે બે દિ'માં ર૦ રૂા. નીકળી ગયા

રાજકોટ, તા., ૨૫: ખાદ્યતેલોમાં  ઘટાડો દોર જારી રહયો હતો.  આજે કપાસીયા તેલમાં વધુ ૧પ  રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂપીયાનો ઘટાડો થયો હતો.

ખાદ્યતેલોમાં સીઝન પુરી થતા ઘરાકીના અભાવે ભાવ ઘટી રહયા છે. કપાસીયા તેલમાં આજે વધુ ૧પ રૂપીયા ઘટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૦૬પ રૂપીયા હતા તે ઘટીને ૧૦૫૦ રૂપીયા થયા હતા. કપાસીયા ટીનના ભાવ ર૦૧૦ થી ર૦૬૦ રૂા. હતા તે ઘટીને ૧૯૯૫ થી ર૦૪૫ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. છેલ્લા ૩ દિવસમાં કપાસીયા તેલમાં ડબ્‍બે ૪પ રૂપીયાનો નોંધપાત્ર ભાવ ઘટાડો  થયો છે.

કપાસીયા તેલની સાથે સીંગતેલમાં પણ  આજે વધુ ૧૦ રૂપીયા તુટયા હતા. સીંગતેલ લુઝના ભાવ ઘટીને૧પપ૦ થી ૧૬૦૦ રૂપીયા  થયા છે.  સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૪૦ થી ર૭૧૦ રૂપીયા હતા તે ઘટીને ર૬૩૦ થી ર૭૦૦ રૂપીયા થયા હતા. સીંગતેલમાં ર દિવસમાં ર૦ રૂપીયાનો ઘટાડો થયો છે. 

(3:25 pm IST)