Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મનપાએ બાકીદારો સામે ધોકો પછાડતા અડધા દી'માં ૬૨.૩૪ લાખ તંત્રની તીજોરીમાં જમાઃ ૮ મિલ્‍કતો સીલ

વેરા વસુલાત શાખા દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ, પારેવડી ચોક, ચુનારવાડ, લીમડા ચોક, પંચનાથ પ્‍લોટ, હરિહર ચોક, માયાણી ચોક, કેવડાવાડી સહીતના વિસ્‍તારોમાં આકરી ઝુંબેશ : ૬૦ મિલ્‍કતોને ટાંચી જપ્‍તી નોટીસ

રાજકોટ,તા. ૨૫ : શહેરના મિલ્‍કત બાકીદારો સામે મનપા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સીલ મારવાથી લઇને ટાંચ જપ્‍તીની નોટીસ આપવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત આજે વેરા વસુલાત શાખા દ્વારા ૮ મિલ્‍કતોને સીલ મારવામાં આવેલ. ૬૦ મિલ્‍કતોને ટાંચ જપ્‍તીની નોટીસ અપાઇ હતી. સાથો-સાથ અડધા દિવસમાં ૬૨.૩૪ લાખની રિકવરી કરવામાં આવેલ.

મનપાની સત્તાવાર યાદી મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં-૭માં

લીમડા ચોક પાસે આવેલ ‘પંચનાથ કોમ્‍પ્‍લેક્ષ' માં ૨-યુનિટનેસીલ મારેલ તથા ૪-યુનિટને નોટીસ આપેલ. પંચનાથ પ્‍લોટમાં આવેલ ‘કેશરી નંદન' કોમ્‍પ્‍લેક્ષ માં ૪-યુનિટને નોટીસ આપેલ.  હરીહર ચોક પાસે આવેલ ‘સ્‍ટાર ચેમ્‍બર'મા ૫-યુનિટને સીલ મારેલ.

જ્‍યારે વોર્ડ નં- ૧૩માં  માયાણી ચોક પાસે આવેલ ‘રાધે શ્‍યામ કોમ્‍પ્‍લેક્ષ'માં ૩-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. વોર્ડ નં- ૧૪માં કેવડાવાડી વિસ્‍તારમાં આવેલ ૨-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. આમ આજે સે.ઝોન દ્વારાકુલ-૮મિલ્‍કતોને સીલ મારેલ તથા ૨૨-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલતથા રીક્‍વરી રૂા.૧૭.૧૭લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ-૧૮- મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૩૦.૨૨લાખ તથા ઇસ્‍ટ ઝોન દ્વારાકુલ-૨૦-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૧૪.૯૫ લાખ કરવામાં આવેલ.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટર દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુકતથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:28 pm IST)