Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

શકિતસિંહજી ગોહીલ સહિત કોંગ્રેસ અગ્રણીઓએ પૂ. ગુરૂદેવના દર્શનનો લાભ લીધો

રાજકોટ : પૂજય રત્‍નસુંદરસૂરીશ્વરજી મહારાજજીનાં ૪૦૦માં પુસ્‍તક સ્‍પર્શના વિમોચન પ્રસંગે અમદાવાદના જીએમડીસી ખાતે ભવ્‍ય સ્‍પર્શ મહોત્‍સવ રાખવામાં આવ્‍યો છે. આ મહોત્‍સવની પૂર્ણાહુતિ પહેલા કોંગ્રેસ પક્ષના નેતાઓએ સ્‍પર્શ મહોત્‍સવની મુલાકાત લીધી.જેમાં રાજયસભા સાંસદશ્રી શક્‍તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ઉપપ્રમુખ પંકજ શાહ, કોંગ્રેસ પક્ષનાં મીડિયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો.મનીષ દોશી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તા હિરેન બેન્‍કર, મિહિર શાહ સહિત નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.ᅠ

કોંગ્રેસ પક્ષનાં મીડિયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો.મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે ગિરનારની ભવ્‍ય પ્રતિકૃતિમાં પ્રસ્‍થાપિત ભગવાન નેમિનાથજીની ભવ્‍ય મૂર્તિનાં દર્શન કરી વંદન કર્યા હતા. સાથોસાથ રાષ્ટ્રનિર્માણ માટે પક્ષાપક્ષીથી દૂર રહીને કેવી રીતે કામ કરી શકાય તે અંગે પૂજય મહારાજશ્રી સાથે વાત થઈ અને તેમના આશીર્વાદ લઈને ધન્‍યતા અનુભવી તેમજ આગામી દિવસોમાં કેવી રીતે સંસ્‍કૃતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરી શકાય તે અંગે આશીર્વાદ મેળવ્‍યા હતા.

(3:45 pm IST)