Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કાલે શિક્ષાપત્રી જયંતિ

ભગવાન સ્‍વામિનારાયણ પોતાના આશ્રિત ભકતોએ કઇ રીતે જીવન જીવવુ એ માટે એક બંધારણીય નાની પુસ્‍તિકા પોતાના સ્‍વહસ્‍તે લખી તેને ‘‘શિક્ષાપત્રી'' કહે છે.

આ શિક્ષાપત્રી ને ભગવાને પોતાનું સ્‍વરૂપ કહ્યું છે અને તેનો દરરોજ પઠન વાંચન કરવાનો પોતાના ભકતનો આદેશ આપ્‍યો છે. અને ખાસ તો આ શિક્ષાપત્રીના એકો એક બોલ મુજબ જ જીવન જીવવાનો આર્ર્ચાય, સાધુ, બહ્મચારી ગૃહસ્‍થ હરિભકત, બાઇ-ભાઇને ખાસ આદેશ આપેલ છે.

શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે કે મારા ભકતોએ ચોરી કયારેય ન કરવી, અગીયાર પ્રકારના દારૂનું સેવન કયારેય (નીરો, દાક્ષ, તાડી વગેરેનો) ન કરવું, અને ‘‘દેવની પ્રસાદી કરેલુ માસ''  હોય તો પણ કયારેય ન ખાવુ (ગાળ્‍યા વગરનું દુધ-પાણી પણ સુક્ષમ માંસ જ છે ) આત્‍મઘાન કયારેય ન કરવો નાના-મોટા જીવની હિંસા કયારેય ન કરવી (આજે ઘણા ખેડૂત ભકતો ખેતરમાં દવા છાંટતા નથી) અમારાસ્ત્રી-પુરૂષોએ વ્‍યભિચાર કયારેય ન કરવો અને અમારા ભકતોએ લાંચ કયારેય લેવી (આજે પણ આ કલુસીત સમયે અનેક સત્‍સંગી અધિકારી નોકરીયાતો રૂશવતને ઠોકર મારે છે) આ ઉપરાંત ગૃહસ્‍થ ભકતોએ પોતાની આવકનો દશમો કે વીસમો ભાગ ‘કૃષ્‍ણાપણ' કરવો આવકથી વધારે ખર્ચ ન કરવો, અને પોતાની આવક અને જાવકનો હીસાબ રાખવો અને પોતાના માતા-પિતા ગુરૂ અને બીમાર માણસની આજીવન સેવા ચાકરી કરવાનો આદેશ આપ્‍યો છે, મંદિરોમાં ઉત્‍સવ સમૈયા કરવા, સાધુ-બ્રાહ્મણને જમાડવા, તિર્થ યાત્રા કરવી, અબોલજીવનની દેખભાળ-સેવા કરવી, દિનદુઃખીયા માટે દયા વાપરવી વગેરે સાધુ-બ્રહ્મચારીના નિયમ કદના શ્રીજી મહારાજ કહેશે કેઅ મારા સાધુએ અષ્‍ટપ્રકારેસ્ત્રીનો ત્‍યાગ કરવો, પોતાનો કરીને એક રૂપિયો પણ ન રાખવો. (સાધુ થઇને પૈસા રાખે તો રોજ એક હજાર ગૌહત્‍યાનું પાપ લાગે છે) શીવેલા અને ભડકા છાપ રંગારા કપડા ન પહેરવા, લાકડાના પાત્રમાં સર્વ ભેગુ કરીને જ ભોજન કરવુ, કદી એકલા મુસાફરી ન કરવી, ગૃહસ્‍થને ઘરે સત્‍સંગ સિવાય જવુ નહી, બિહામણો વેશ ન ધારવો (માથે જટીયા-બાબરી ન રાખવા).

 શિક્ષાપત્રીમાં છેલ્લે શ્રીજી મહારાજ કહે છે કે જે કોઇ આ શિક્ષાપત્રી પ્રમાણે જ રહેશે તે ધર્મ, અર્થ, કામ, મોક્ષ પંથે ખુબ જ સુખી થશે અને જે કોઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહી વર્તે તે સાધુ હોય કે હરિભકત અમારા સંપ્રદાયથી ‘વિમુખ' જ છે. અમારે ને એને કોઇ લેવા દેવા નથી અને તે મોટી અધોગતી ને પામીને ખુબ જ દુઃખી દુઃખી જ થશે.

-પ્રવીણ કાનાબાર,

રાજકોટ. મો. ૭૭૦૦૦ ર૭૦૦૦

(3:46 pm IST)