Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જેસીઆઇ રાજકોટ સિલ્‍વરની નવી ટીમઃ પ્રમુખ પદે હુસૈન વખારીયા

રાજકોટઃ જેસીઆઇ રાજકોટ સિલ્‍વર દ્વારા વર્ષ ૨૦૨૩ માટે નવી ટીમનું ચયન થતા હુસૈન વખારીયાની પ્રમુખ તરીકે વરણી કરાયેલ છે. તેઓએ અને સેક્રેટરી હિના નરસિયન અને અન્‍ય કારોબારીમાં ઉપપ્રમુખ યોગેશ સૂચક, અનિતા ચૌહાણ, પિયુષ વાલેરા, ભાવેશ મહેતા, ખદીજા વખારીયા, ખજાનચી પ્રતિક દુદકીયા, ડાઇરેકટર ચેતન ચૌહાણ, રાજકુમાર પાટડીયા તેમજ હરિકૃષ્‍ણ ચાવડા, જે.જે વિન્‍ગ ચેરપર્સન જે.જે.મનીની અહ્યાની શપથગ્રહણ વિધિ કરાઇ હતી.

ઇન્‍સ્‍ટોલેશન ઓફીસર તરીકે સંસ્‍થાના ઝોન ૭ વાઇસ પ્રેસિડન્‍ટ કૃણાલ સોની દ્વારા  શપથ લેવડાવવામાં આવેલ હતીે. જેતપુરના ઝોન ૭ના પાસ્‍ટ ઝોન પ્રેસિડેન્‍ટ મનીષ ધ્રુવ, મુખ્‍ય મહેમાન ઉપરાંત પાસ્‍ટ ઝોન પ્રેસિડેન્‍ટ જગદીશ પ્રજાપતિ, ઝોનના હોદેદારોમાં સિનિયર મેમ્‍બર એસોસિએશન ચેરમેન મનીષ માલાણી, જેકોમ ચેરમેન ભુવનેશ વોરા, ઝોન સેક્રેટરી મધુર નર્સીયન, ઝોન ડિરેકટર દીપેન નાગર તથા ચેતન સાવલીયા ઉપસ્‍થિત રહયા હતા.

આ સંસ્‍થામાં સભ્‍યો બનવા ઇચ્‍છુકોએ હુસૈન વખારીયા(૯૦૩૩૫ ૧૮૯૦૨), ખદીજા વખારીયા(૮૩૪૭૨ ૯૮૭૧૦), હિના નર્સીયન (૯૯૧૩૫ ૫૨૦૭૫)નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્‍યુ છે.

(3:58 pm IST)