Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ફૂડ પ્રોસેસીંગ અને સર્કલ કટીંગ મશીનનું ઉત્પાદન કરતા રાઠોડ મશીન ટૂલ્સનો ૪૪માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટ, તા. ૨૫ :. શ્રી વિશ્વકર્મા જયંતિના શુભ દિવસે રાઠોડ મશીન ટુલ્સ તિરૂપતિ બ્રાન્ડ ૪૩ વર્ષ પૂરા કરી ૪૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. રાજકોટમાં છેલ્લા ૪૩ વર્ષથી મવડી પ્લોટ શેરી નં. ૨માં રાઠોડ મશીન ટુલ્સ કંપની સતત કાર્યશીલ છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ મશીનરી અને સર્કલ કટીંગ મશીનનું ઉત્પાદન થાય છે. સોપારી કટીંગ, ચિપ્સ, ટુકડાના મશીનની શરૂઆત સૌ પ્રથમ અશોકભાઈ રાઠોડે કરેલ છે. સર્કલ કટીંગ મશીન, સોલાર, ડ્રમ, ઘડીયાળના ડાયલના રાઉન્ડ સર્કલ કટીંગ મશીન છેલ્લા ૪૩ વર્ષથી બનાવે છે. હેન્ડ મોડલ, મોટર રાઈઝ મોડલ, ફૂડ પ્રોસેસિંગ મશીનરી રાજકોટમાં પ્રથમ શરૂઆત કરેલ. જેમાં બટેટા વેફર મશીન, છાલ ઉતારવાનું ડ્રાયર મશીન, કેળા વેફર મશીન, બદામ પિસ્તા, ચિપ્સ, ટુકડા મશીન, શાકભાજી કટીંગ મશીન, નમકીન મશીન, ફાફડા ગાંઠીયા મશીન, ગોળ ભાંગવાનું મશીન, શીંગ ટુકડા, કેરીના રસનું મશીન, અલગ અલગ ૪૦ જાતના મશીન બનાવે છે. રાઠોડ મશીન ટુલ્સ Iso ૯૦૦૧-૨૦૦૮ સર્ટિફાઈડ ધરાવે છે. કંપની એ કવોલિટી માર્ક એવોર્ડ ૨૦૧૬માં મેળવેલ છે. તિરૂપતિ બ્રાન્ડ દેશ-વિદેશમાં પ્રચલિત છે. ગ્રાહકોનો સંતોષ અને સર્વિસ પર પુરતુ ધ્યાન આપે છે. આપના સાથ સહકારથી કંપની ગોલ્ડન જ્યુબેલી વર્ષ તરફ જઈ રહી છે. મો. ૯૫૮૬૪ ૮૯૪૧૩

(10:28 am IST)