Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં ૪૩૦ સંવેદનશીલ તો ૬૬ અતિસંવેદનશીલ મતદાન મથકો

૨૩૪ સંવેદનશીલ બિલ્ડીંગોઃ તમામ સ્થળે વિડીયો શૂટીંગના આદેશો

રાજકોટ, તા. ૨૫ :. રવિવારે રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. જે અંગે કલેકટરે તમામ આર.ઓ. સાથે મીટીંગ યોજી હતી. જેમાં જીલ્લામાં કુલ ૪૩૦ સંવેદનશીલ તો ૬૬ અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. જ્યારે ૨૩૪ બિલ્ડીંગો સંવેદનશીલ અને ૨૫ મકાન અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ બુથ મકાન ઉપર વિડીયો શૂટીંગ મતદાનના દિવસે કરવા અંગે આદેશો થયા છે.

(3:20 pm IST)