Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

શ્રદ્ધા આંખની હોસ્પિટલની બીજી વર્ષગાંઠ નિમિતે વિનામૂલ્યે તપાસ અને માર્ગદર્શન કેમ્પ

ડો.પિયુષ ઉનડકટ અને ડો.ભર્ગ કારીયા દ્વારા તા.૨૭ સુધી ડાયાબીટીસથી પડદાના રોગની ફ્રી તપાસ - મોતીયા અને લેસર દ્વારા આંખના નંબર ઉતારવાની સર્જરીનું વિનામૂલ્યે માર્ગદર્શન

રાજકોટ : શહેરના ઈન્દીરા સર્કલ નજીક ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કોહીનૂર એપાર્ટમેન્ટ પાસે જલારામ - ૩માં આવેલી શ્રદ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરમાં તા.૨૨ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન ડાયાબીટીસને કારણે આંખના પડદા પર થતી અસર માટેની તપાસ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપવામાં આવશે તેમ હોસ્પિટલના મુખ્ય ડો. પિયુષ ઉનડકટ અને આંખના પડદાના નિષ્ણાંત ડો.ભર્ગ કારીયા દ્વારા યાદીમાં જણાવાયુ છે.

સૌરાષ્ટ્રની સૌપ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો.પિયુષ ઉનડકટ અને ભર્ગ કારીયાએ વધુમાં જણાવ્યુ છે કે હોસ્પિટલ નવા આધુનિક બીલ્ડીંગમાં અદ્યતન સાધનો સાથે શરૂ થઈ તેને બે વર્ષ પૂરા થતા હોવાથી તેની ઉજવણી દર્દીઓને ઉપયોગી થઈ કરી શકાય તે માટે તા.૨૭ સુધી ડાયાબીટીસને કારણે આંખના પડદા ઉપર થતી અસરની ફ્રી તપાસ કરવામાં આવશે. સાથોસાથ ઈન્જેકશન, લેઝર, સર્જરી જેવા કિસ્સામાં રાહતદરે સારવાર આપવામાં આવશે. હોસિપટલમાં યુએસએ, જર્મની અને યુરોપિયન કન્ટ્રીમાંથી અતિઆધુનિક મશીનો ઉપલબ્ધ છે અને તેના દ્વારા દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે.

આ ઉપરાંત મોતીયાના અને લેસરથી આંખના નંબર ઉતારવાના ઓપરેશન માટે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે પરંતુ આ માટે દર્દીઓએ મો.૯૬૯૮૪ ૯૩૦૦૦ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવું.

કાઉન્સેલીંગ માટેનો સમય સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ રાખેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે.

શ્રદ્ધા આઈ હોસ્પિટલ એન્ડ લેસર સેન્ટર

ઈન્દીરા સર્કલ ૧૫૦ ફૂટ રીંગ રોડ, કોહીનૂર એપાર્ટમેન્ટની બાજુમાં, રાજકોટ.

(3:56 pm IST)