Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

શહેરમાં કોરોના સંક્રમણ વધવા લાગતા સર્વેમાં ઝડપ

આજે બપોર સુધીમાં ૧૬ કેસ : કુલ કેસનો આંક ૧૬ હજાર નજીક પહોંચ્યો : રેલ્વે સ્ટેશન, બસ પોર્ટ અને એરપોર્ટ પર મુંબઇ-મહારાષ્ટ્રથી આવનારાઓનું મેડીકલ સ્ક્રીનીંગ

રાજકોટ, તા. રપ :  ચૂંટણીઓ પૂર્ણ થતા જ શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. ત્યારે મ.ન.પા.એ. હવે સંક્રમણ અટકાવવા સર્વેથી ઝડપ વધારી દીધી છે.  ૧૮ વોર્ડનાં પ્રભારી અધિકારીઓને ફિલ્મમાં ઉતારી દેવાયા છે. અને બિમાર વ્યીકતઓને શોધીને કોરોના ટેસ્ટીંગ, મેડીકલ સ્ક્રીનીંગની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

શહેરમાં રેલ્વે સ્ટેશન, બસપોર્ટ અને એરપોર્ટ ખાતે મુંબઇ-મહારાષ્ટ્ર વગેરે પરપ્રાંતિય મુસાફરોનું મેડીકલ સ્ક્રીનીંગ કરવા માટે ત્રણ બુથ શરૂ કરી દેવાયા છે.

બપોર સુધીમાં ૧૬ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૯૯૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૬૮૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૧૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૩૦૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૫૪  ટકા થયો  હતો. જયારે ૩૫ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૯૧,૫૪૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૯૯૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૭૦ ટકા થયો છે.

(4:02 pm IST)