Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજકોટમાં અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ પડ્યા બાદ સાંજે 7 વાગ્યે ફરી મેઘરાજા મંડાયા

વરસાદની સાથે જ વૃક્ષો પડવાનો સીલસીલો શરૂ : અનેક જગ્યાએ ભરાયા પાણી

રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. રાજકોટના કુવાડવા રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદ પડતાં રાજકોટ વાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી છે.

દરમિયાન રાજકોટમાં વરસાદને પગલે ઝાડ ધરાશયી થયા છે બાપુનગરમાં એક ઝાડ તૂટી પડતા ફાયર બ્રિગેડના જવાનોએ જહેમત ઉઠાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો,

  દરમિયાન સાંજે 7 વાગ્યા બાદ ફરીવાર ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે, રસ્તાઓમાં નદીઓ વહેતી થઇ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રીતસરનું ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે

(7:31 pm IST)