Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

નેશનલ હિમાલયન ટ્રેકિંગમાં રાજકોટ શહેર પોલીસના પાંચ જવાનોને સફળતા

૧૩૮૦૦ ફુટની ઉંચાઇ સર કરી રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

રાજકોટ તા. ૨૫: યુથ હોસ્‍ટેલ ઓફ ઇન્‍ડિયા દ્વારા નેશનલ હિમાલયન દ્વારા યોજાયેલા ટ્રેકિંગ કેમ્‍પમાં રાજકોટ શહેર પોલીસના પાંચ જવાનો હિતેષભાઇ મેરામભાઇ કોઠીવાળ (બી-ડિવીઝન), રસિકભાઇ વજુભાઇ ગડાદરા (ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન), જગદીશભાઇ રત્‍નાભાઇ ધાંધળ (તાલુકા પોલીસ સ્‍ટેશન), ભાનુશંકર શાંતિલાલ ધાંધલા (બી-ડિવીઝન) અને રમેશભાઇ મુળજીભાઇ સાટીયા (ભક્‍તિનગર)એ ભાગ લીધો હતો. શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ ટ્રેકીંગમાં ભાગ લેવા ખાસ રજા મંજુર કરી હતી. આ જવાનોએ અન્‍ય ટ્રેકર્સની સાથે કુલ્લુના પાર્વતી વેલી રેન્‍જના સારપાસ શીખર જેની કુલ ઉંચાઇ ૧૩૮૦૦ ફુટ છે તે સર કરી ભારત દેશનો રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યો હતો અને શહેર પોલીસનું ગોૈરવ વધાર્યુ હતું.

(1:19 pm IST)