Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

શોર્ય-સાહસ-સમર્પણનું જીવંત પ્રતિક એટલે શીવાજી મહારાજ : હર્ષભાઇ સંઘવી

રાજકોટ ખાતે છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન ઉપર આધારિત ‘‘જાણતારાજા'' મહાનાટયનો શુભારંભ કરાવતા ગૃહમંત્રી... : ર૯ મીએ રાજકોટ આવતા કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાજકોટ પોલીસની સાઇબર ક્રાઇમની કચેરીનું લોકાપર્ણ કરશે

રાજકોટ તા. ૨૪ :  રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ વિભાગ ગાંધીનગર, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત જાણતા રાજા મહાનાટયનો શુભારંભ ગળહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને વાહનવ્‍યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્‍તે દિપપ્રાગટય વડે કરવામાં આવ્‍યો હતો.

આ તકે ગળહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટની પ્રજાએ હરહંમેશ અમારો વિશ્વાસ અડીખમ રાખ્‍યો છે. ગુજરાત અને રાજકોટના યુવાનો શિવાજી મહારાજની જીવનશૈલીમાંથી વર્તમાન સમયમાં ઉપયોગી એવી બાબતો શીખે અને રાજ્‍ય અને દેશને ઉન્નતિની રાહ પર આગળ વધારે. શિવાજી મહારાજ એક કુશળ, ન્‍યાયપ્રિય અને પ્રજાપ્રિય રાજા હતા તેમજ ભારતવર્ષના વીર સપુતોમાં મોખરે હતા. શિવાજી મહારાજની ગણના સાંપ્રત સમયના પ્રસ્‍થાપિત ગણરાજ્‍યોમાં એક હિંદુસમ્રાટ તરીકે થતી હતી. શોર્ય, સાહસ અને સમર્પણનું જીવંત પ્રતિક એવા છત્રપતિ શિવાજી મહારાજે ૧૬ વર્ષની ઉંમરે જીતેલા તોરણા કિલ્લોએ તેમની સાહસિકતા, બુધ્‍ધિચાતુર્ય અને નેતળત્‍વના ગુણનુ પ્રતીક  છે.

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ અને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની સાડા છ કરોડની જનતા માટે લોક કલ્‍યાણના અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. રાજ્‍ય સરકાર પ્રજાહિતના કાર્યો નિરંતર પણે કરી રહી છે અને કરતી રહેશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

મંત્રીશ્રી સંઘવીએ કહ્યું હતું કે, આગામી તા. ૨૯ મેના રોજ કેન્‍દ્રિય ગળહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના વડપણ હેઠળ રાજકોટ પોલીસની અદ્યતન ક્રાઈમ બ્રાન્‍ચની કચેરી તથા અત્‍યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ સાઈબર ક્રાઈમની કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્‍ચની કચેરીમાં ઈન્‍ટ્રોગેશન રૂમ તમામ પ્રકારના સાય્‍નટિફીક પુરાવા એકત્રિત કરી શકે તેવો હશે અને સાઈબર ક્રાઈમની કચેરીમાં અત્‍યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજકોટની જનતાને સાઈબર ક્રાઈમથી બચાવવામાં આવશે, તેમ ગળહમંત્રીશ્રીએ કહ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે બોક્‍સિંગ, બાસ્‍કેટબોલ સહિતની અનેક રમતોનો સમાવિષ્ટ કરી લેતું ઈન્‍ટરનેશનલ કક્ષાનું એરકંડીશનરયુક્‍ત સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષીત છે અને રહેશે. જેતપુરના જેતલસરની દિકરીને ઝડપી ન્‍યાય મળે તેની કામગીરી ચાલી રહી છે. આ કેસમાં પણ રાજ્‍ય સરકાર કડકમાં કડક પગલા લેશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

આ તકે જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ ઉપસ્‍થિત મહાનુંભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું

આ પ્રસંગે મંત્રીશ્રી અરવીંદભાઈ રૈયાણી મેયર ડો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્‍યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અગ્રણીશ્રી કમલેશભાઈ મિરાણી, ધનસુખભાઈ ભંડેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:18 pm IST)