Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગ્રાહક સુરક્ષા સંગઠનના શહેર પ્રમુખપદે પ્રનંદ કલ્‍યાણી : કાલે ભેળસેળ સામે જાગૃતી સેમીનાર

રાજકોટ તા. ૨૫ : રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા સંગઠનના પ્રમુખ યશવંતભાઇ જનાણીના માર્ગદર્શન હેઠળ શહેર સંગઠનની જવાબદારી પ્રનંદ કલ્‍યાણી અને તેમની યુવા ટીમને સોંપવામાં આવતા કાલે તા. ૨૬ ના ગુરૂવારે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે જાગૃતતા લાવવા એક સેમિનાર કમ નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

આર.એમ.સી. આરોગ્‍ય અધિકારી પંકજભાઇ રાઠોડ અને ડેઝીગનેટેડ અધિકારી અમિતભાઇ પંચાલ તથા ફુડ શેફટી ટીમના સહયોગથી કાલે ગુરૂવારે સાંજે ૬.૩૦ વાગ્‍યે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ખાદ્ય સામગ્રીમાં થતી મીલાવટ ગ્રાહક સ્‍વયંમ ચેક કરી શકે તેવા ઉપાયો અંગે માર્ગદર્શન અપાશે.

ગ્રાહક સુરક્ષા સંગઠનની નવી ટીમ જાહેર કરાતા પ્રમુખ તરીકે પ્રનંદ કલ્‍યાણી, ઉપપ્રમુખ તરીકે ધર્મેશ જીયાણી અને ગોપી પટેલ, મંત્રી તરીકે મનીષ પટેલ, સહમંત્રી તરીકે આનંદ બાટવીયા, ખજાનચની તરીકે હિરેન કલ્‍યાણી તેમજ લીગલ કમીટીમાં સુમિત વોરા અને યજુર્વેન્‍દ્રસિંહ જાડેજા, પ્રેસ મીડિયા કમીટીમાં પ્રશાંત ગાંગડીયા અને મનીષ એસ. કલ્‍યાણી, લાયઝનીંગ કમીટીમાં અતુલ જોષી અને દિપક કલ્‍યાણી,  અવેરનેસ કમીટીમાં દિપક બાવીસી અને પ્રકાશ કલ્‍યાણીની નિમણુંક જાહેર કરાઇ હતી.

(3:08 pm IST)