Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

પડધરીના વણપરી ગામે ટોલનાકા ઉપર થયેલાખુની હુમલા કેસમાં પકડાયેલ ૧૧ આરોપીનો છુટકારો

રાજકોટ તા.૨૫: પડધરીના વણપરી ગામે આવેલ ટોલનાકા ઉપર થયેલ ખુની હુમલા સબંધે પકડાયેલ (૧)વીજયભાઇ છનુભાઇ બાળા (ર) પ્રવીણભાઇ ખોડાભાઇ બાળા (૩) રવીભાઇ વાજસુરભાઇ જારીયા (૪) ધર્મેશભાઇ કાનાભાઇ ખુંગલા (પ) વિક્રમભાઇ કાનાભાઇ ખુંગલા (૬)કાનજીભાઇ ઉર્ફે કાનો મોમૈયા વીરડા (૭) ભરતભાઇ સુરેશભાઇ ડાવેરા (૮) મેરૂભાઇ હમીરભાઇ વોરા (૯) આયદાનભાઇ ઉર્ફે રાયધન મામૈયા વીરડા (૧૦) નીતીનભાઇ ખોડાભાઇ બાળા (૧૧) અજયભાઇ જીવણભાઇ વીરડા વીગેરે ૧૧ સામેનો કેસ ચાલી જતા રાજકોટ એડી.સેસન્‍સ જજથી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

ગત તા.૧૧/૧૧ ના રોજ કલાક ૧૬.૪પ વાગ્‍યે પડધરી ગામે આવેલ ટોલનાકા પાસે આવેલ આ કામના આરોપી વીજયભાઇ છનુભાઇ બાળા પોતાની સ્‍કોડા કાર ટોલનાકે ગયેલ ત્‍યારે ટ્રાફીક દુર કરતા ટોલનાકાના કર્મચારી વીક્રમભાઇ જાડેજાનાઓએ ટ્રાફીક દૂર કરવા આરોપીની કાર પાછી લેવાનું જણાવતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી કાર પાછી ન જાય તેમ કહી ફોનથી અન્‍ય આરોપીઓને બોલાવી એક સંપ કરી ધોકા, પાઇપ ધારણ કરી ફરીયાદી ઉપર હુમલો કરી માથામાં પાઇપ મારી મોત નીપજાવવા જીવલેણ હુમલો કરી તથા તમામ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગુનામાં એકબીજાને મદદગારી કરી પોલીસ કમીશ્નર સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા સબંધેની ફરીયાદ વીક્રમભાઇ જાડેજાનાઓએ પડધરી પોલીસ સ્‍ટેશનમાં આપેલ હતી.

પોલીસ ઉપરોકત તમામ આરોપીઓ વિરૂધ્‍ધ આઇ.પી.સી.કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૩,૫૦૪,૧૪૭, ૧૪૯, ૪૫૨ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ વીગેરે ગુના સબંધેની ફરીયાદ નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ અને આરોપીઓ વીરૂધ્‍ધ ચાર્જશીટ ફાઇલ કરેલ સદરહુ કેસ કમીટ થઇ નામદાર સેશન્‍સ અદાલતમાં ચાલવા ઉપર આવતા નામદાર અદાલતે તમામ આરોપીઓ સામે તહોમતનામું ફરમાવેલ હતું.

આ કામે બચાવપક્ષે એવી રજુઆત કરેલ કે, આ કામમાં સાહેદોની જુબાનીમાં સંપૂણપણે વીરોધાભાસ જણાય છે. તેમજ સદરહુ કામમાં ડોકટર સમક્ષ જે હીસ્‍ટ્રીમાં આરોપીઓના નામનો ઉલ્લેખ છે પરંતુ પુરાવો જોતા ઇજા પામનાર અને ફરીયાદીએજ લખાવેલ હોય તેવું સાબીત થતું ન હોય અને ઇજા પામનારને જે ઇજાઓ થયેલ છે તેવી ઇજાઓ એકસીડન્‍ટમાં પણ થઇ શકે તેવી હકીકત મેડીકલ ઓફીસરે  સ્‍વીકારેલ છે.

હાલના આરોપીઓએ ગુજરનાર ને ઇજા પહોંચાડેલ હોય તેવો સ્‍પષ્‍ટ પુરાવો રેકર્ડ ઉપર આવતો નથી જેથી હાલના આરોપીઓને છોડી મુકવા રજુઆત કરેલ.

ઉપરોકત દલીલો તથા પડેલ પુરાવાઓને ધ્‍યાનમાં લઇ ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં સદંતર નીષ્‍ફળ ગયેલ હોય તમામ આરોપીઓને રાજકોટના મહે.એડી. સેશન્‍સ જજશ્રીએ તમામ આરોપીઓને નીદોર્ષ ઠરાવી છોડી મુકવામાં હુકમ કરેલ છે.

ઉપરોકત કામમાં તમામ આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્‍દ્રભાઇ ધુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, રાજેન્‍દ્રભાઇ જોશી રોકાયેલા હતા.

(3:25 pm IST)