Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રૈયા રોડ પરથી ફીરોઝ ઉર્ફે ભુરો છરી સાથે પકડાયો

રાજકોટ તા. રપઃ રૈયા રોડ પરથી ગાંધીગ્રામ પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન એક શખ્‍સને છરી સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે કડક પેટ્રોલીંગ તેમજમ હથીયારબંધી જાહેરનામા ભંગના કેસો શોધી કાઢવા માટે ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્‍નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ તથા એસીપી પી. કે. દીયોરાની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પી.અ઼ેસ.આઇ. જે. જી. રાણા સહિતના સ્‍ટાફે પેટ્રોલીંગ દરમ્‍યાન રૈયા રોડ આવેલ માર્કેટ પાસેથી ફિરોજ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ રફાઇ (ઉ.વ. ર૧) (રહે. સદર બજાર, મૂળ જુનાગઢ) ને છરી સાથે પકડી લીધો હતો.

(3:27 pm IST)