Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વાજડીગઢના લેન્‍ડગ્રેબીંગના ગુનામાં આરોપીની જામીન અરજીને ફગાવતી કોર્ટ

રાજકોટ તા. ૨૫ : આ કેસની હકીકત વાજડીગઢના વાલજીભાઈ બાબુભાઈ ડાંગર પાસેથી વર્ષ-૨૦૧૮ મા વાલજીભાઈ ગમારા તથા તેમના નાનાભાઈ હમીરભાઈએ સાથે મળીને પ્‍લોટ નં. ૪૯ પૈકી ૭૩.૪૦ ચો.મી ખુલ્લી જમીન ખરીદ કરી હતી. જે જમીન પર બાબુભાઈના દીકરા કલ્‍પેશ બાબુભાઇ ડાંગરે કબજો કરી પચાવી પાડી જગ્‍યા પર અનઅધીકૃત બાંધકામ ચાલુ કરતા આરોપી સામે યુર્નવસીટી પોલીસ સ્‍ટેશનમાં ગુજરાત જમીન

પચાવી પાડવા પ્રતીબંધીત કાયદાની કલમ હેઠળ ગુન્‍હો નોંધવામા આવ્‍યો હતો. અને ત્‍યારબાદ આરોપીની પોલીસ દવારા ધરપકડ કરવામા આવતા

આરોપીએ સ્‍પે. કોર્ટમા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા મુળ ફરીયાદીના એડવોકેટ અને સરકારી વકીલ દ્વારા કરવામા આવેલી દલીલ અને રજૂઆતો ધ્‍યાને લઈ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં મુળ ફરીયાદી ધારાશાષાી સ્‍તવન જી. મહેતા, નીકુંજ શુકલા, કૃષ્‍ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, ત્રીશુલ પટેલ, વીપુલ રામાણી, ભુમીકાબેન પરમાર, અશોક સાસકીયા અને સરકાર પક્ષે ડી.જી.પી. એસ.કે વોરા રોકાયા હતા.R

(4:11 pm IST)