Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ખુનની ધમકીના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.રપઃ ખુનની ધમકીના ગુનામાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

ઉપરોકત કામની હકીકત એવી હતી કે સર્વે નં.રપ પ્‍લોટ નં.૨૦ ની જમીન જે રાજકોટ મુકામે આવેલ છે તેમાં ફરીયાદી અરવીંદભાઇ રાઘવભાઇ કોટડીયાએ તા.૧૮-ર-૨૦૧૨ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ચાર આરોપીઓ જેમાંના ૧. પ્રકાશ ઉર્ફે કડયો ગોવિંદભાઇ મિયાત્રા ર. પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા ૩. જીગ્નેશ કાનજીભાઇ લોખીલ ૪. યોગીરાજસિંહ કિશોરસિંહ જેની જે તે સમયે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના અધિકારીએ ધરપકડ  કરેલ હતી. રાજકોટના ચીફ જયુ. મેજી. કોર્ટમાં કેસ દાખલ થયેલ હતો.

આ કામના આરોપીઓ તરફથી એડવોકેટ વનરાજસિંહ રાણાએ અરવિંૅદભાઇ કાયદાકીય અને ન્‍યાયીક ઉલટ તપાસ લેતા ચીફ જયુ.મેજી.શ્રી એસએસ.કાળે એ તમામ આરોપીઓનો નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે. ઉપરોકત કામમાં ૧. પ્રકાશ ઉર્ફે કડયો ગોવિંદભાઇ મિયાત્રા ર. પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા તથા જીગ્નેશ કાનજીભાઇ લોખીલ તથા યોગીરાજસિંહ કિશોરસિંહ વતી એડવોકેટ વનરાજસિંહ રાણા તથા જીતેન્‍દ્રભાઇ રાવલ રોકાયેલા હતા.

(4:12 pm IST)