Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

નવાગામમાં સી.સી. રોડનું કામ ચોમાસા પહેલા પુર્ણ કરોઃ અમિત અરોરાની તાકિદ

રામવન ખાતે વિવિધ કામગીરીની સમીક્ષા કરતા મ્‍યુ. કમિશનર

રાજકોટ, તા. રપ : શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્‍ટ સમયસર પૂર્ણ થાય તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, આજે તા. ૨૫નાં રોજ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ અને વિવિધ કામે નિમાયેલ એજન્‍સીઓ સાથે રાખીને રામ વન અને નવાગામ ખાતે ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં મ્‍યુનિ. કમિશનરએ તમામ ચાલી રહેલી કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા એજન્‍સીઓને સુચના આપી હતી.

રામવન ખાતે હાલ વિવિધ એજન્‍સીઓ દ્વારા સ્‍કલ્‍પચર, સિવિલ, ગાર્ડન, રોશની વિગેરે કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ચોમાસાને ધ્‍યાનમાં રાખીને તમામ એજન્‍સીઓને ઝડપી અને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.

વધુમાં મ્‍યુનિ. કમિશનર જણાવ્‍યું હતું કે, ભ્‍ઞ્‍સ્‍ઘ્‍ન્‍ દ્વારા ઈલેક્‍ટ્રીક વાયર / પોલ તાત્‍કાલિક શિફ્‌ટ કરવામાં આવતા રામવનમાં ચાલી રહેલી અન્‍ય કામગીરી વધુ ઝડપી બની શકી છે. આજની મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષકુમાર,  એ.આર.સિંઘ, ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન  લાલજીભાઈ ચૌહાણ, સિટી એન્‍જી. પરેશ અઢીયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઈ.  પરેશ પટેલ,  મનોજ વાસ્‍તવ,  પી.પી. વાઘેલા અને જુદી જુદી એજન્‍સીના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:42 pm IST)