Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આશાપુરા સોસાયટીના મકાનમાં જુગાર રમતા પાંચ પકડાયા

રાજકોટ તા. રપ : કોઠારિયા રોડ આશાપુરાનગર શેરી નં.૩માં એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ દેવશીભાઇ, કોન્‍સ. વાલજીભાઇ તથા કુલદીપસિંહને બાતમી મળતા આશાપુરા સોસાયટી શેરી નં.૩માં દરોડો પાડી મકાન માલીક અશોક શવજીભાઇ સુરાણી, તીરૂપતી સોસાયટી શેરી નં. રના સુરેશ ગોરધનભાઇ સાવલીયા, નવાથોરાળા સર્વોદય સોસાયટીના ભાનુ રામજીભાઇ પાનસુરીયા, લાપાસરી ગામના અશોકગીરી ફુલગીરી ગોસ્‍વામી, સીતારામ સોસાયટીના બીપીન ઉર્ફે કબુતર રણછોડભાઇ ભટ્ટને પકડી લઇ રૂા.૧૧,૪૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી આ કામગીરી પી.આઇ.એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એન. રાયજાદા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(4:59 pm IST)