Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વૈકલ્‍પિક ચિકિત્‍સા અંગે સેમીનાર

 દવા વગરની વૈકલ્‍પિક ચિકિત્‍સા પધ્‍ધતિઓના ચિકિત્‍સકો એકત્રિત રહેઃ તેઓની વચ્‍ચે સંકલન વધે, સમાજમાં આ પધ્‍ધતિઓ પ્રત્‍યે જાગૃતિ વધેઃ દરેક ચિકિત્‍સકો વચ્‍ચે તેઓની પધ્‍ધતિઓનું આદાન-પ્રદાન થતુ રહે આવા શુભ આશયથી ‘આસ્‍થા' સંસ્‍થા દ્વારા રવિવારે લોકવિજ્ઞાન કેન્‍દ્ર રાજકોટ ખાતે આસન-આહાર-એનર્જી અને ઓરા વિષયને લઇને એક સેમિનારનું આયોજન થયું હતું. વિવિધ પધ્‍ધતિઓના ચિકિત્‍સકોએ હાજર રહી આ વિચારને ઉમળકાભેર વધાવ્‍યો હતો. કાર્યક્રમમાં રામકૃષ્‍ણ આશ્રમના અધ્‍યક્ષ પૂ.સ્‍વામી નિખિલેશ્વરાનંદજીએ દીપ પ્રાગટય કરી આ પધ્‍ધતિઓની ઉપયોગીતા સમજાવી હતી. આરોગ્‍ય સમિતિના ચેરમેન ડો.  રાજેશ્રીબેન ડોડીયા વિશ્વેશ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ નેચરોપથી એન્‍ડ યોગના ડિરેકટર દિક્ષેશભાઇ પાઠકે સેમિનારના વિષય પર છણાવટ કરી હતી. જયારે સંસ્‍થાના પ્રમુખ અને સુજોક એક્‍યુપંકચરના નિષ્‍ણાંત તપન પંડયાએ સંસ્‍થાના ઉદે્‌શો અને ભવિષ્‍યના આયોજનો વિષે રજૂઆત કરી હતી.યોગ-નેચરોપથી -સુજોક-એક્‍યુપ્રેશર-રેકી-પ્રાણિક હિલીંગ જેવી વિવિધ જીવન પધ્‍ધતિ તેમજ ચિકિત્‍સા પધ્‍ધતિઓના ચિકિત્‍સકોની વિગત સંકલિત કરી એક બુક કમ ડિરેકટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના સભ્‍યપદ,  પ્રવૃતિઓ,  ભવિષ્‍યના આયોજનો બાબતે વધુ વિગત માટે સંસ્‍થાના પ્રમુખ તપન પંડયા (૯૮૭૯૮૪૧૦૪૮) નો સંપર્ક કરી શકાય છે.

(4:46 pm IST)