Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પિપળીયા હોલ પાસે અક્ષય ચોટલીયાનો મોબાઇલ ઝુંટવાયો

ભકિતનગર પોલીસે એક શખ્સને પકડી પૂછપરછ હાથ ધરી

રાજકોટ, તા.૨૫: શહેરના પીપળીયા હોલ પાસે યુવાનનો મોબાઇલ ફોનની એકસેસ પર આવેલા શખ્સે ચીલઝડપ કરી નાસી જતા ફરિયાદ થઇ હતી.

મળતી વિગતો મુજબ સહકાર મેઇન રોડ પર સ્વામીનારાયણ ડેરી સામે આવેલ જામનગર મેઇન રોડ પર રહેતો અક્ષય મુકેશભાઇ ચોટલીયા (ઉ.વ.૨૨) ગત તા. ૪ના મજૂરી કામ પુર્ણ કરી કારખાનેથી ચાલીને ઘરે જતો હતો ત્યારે પોતે પોતાના મીત્ર સાથે ફોન પર વાત કરતો હતો. દરમ્યાન પિપળીયા હોલ પાસે જલારામ સ્ટોર સામે પહોંચતા પાછળથી એક અજાણ્યો શખ્સ કાળા કલરનું નંબર વગરનું એકસેસ મોટર સાઇકલ લઇને આવી પોતાનો રૂ.૧૭૦૦૦ના મોબાઇલની ઝોંટ મારી નાસી ગયો હતો.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ અક્ષયે તેના પિતા અને કાકાને જાણ કરી હતી. બાદ પોતે તપાસ કરતા પરંતુ કોઇ પતો ન લાગતા અક્ષયે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ.કોન્સ એન.એલ.ચાવડાએ તપાસ આદરી હતી દરમ્યાન પોલીસે એક શખ્સને પકડી પૂછપરછ હાથ ધરી છે.

(3:14 pm IST)