Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સોરઠીયા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ પકડાયા

એ-ડિવીઝન પોલીસનો દરોડોઃ રાજેશ, મનસુખ, પ્રકાશ, નરેન્દ્ર, ડાયા, ગોવિંદ, મોહન અને આમદની ધરપકડ

રાજકોટ, તા. ૨૫ :. સોરઠીયા પ્લોટમાં એ-ડિવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સોરઠીયાપ્લોટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની એ-ડિવીઝન પોલીસ મથકના કોન્સ. સાગરદાનભાઈ અને જયરાજસિંહને બાતમી મળતા સોરઠીયાપ્લોટ શેરી નં. ૧૦માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા આર.ટી.ઓ. પાછળ શ્રીરામ સોસાયટીમાં શેરી નં. ૧૦માં રહેતા રાજેશ અરજણભાઈ મકવાણા, ઘાંચીવાડ શેરી નં. ૭ના મનસુખ કાનજીભાઈ મકવાણા, સોરઠીયાપ્લોટ શેરી નં. ૧૦ના પ્રકાશ દેવજીભાઈ સોલંકી, થોરાળા મેઈન રોડ પર રહેતા નરેન્દ્ર ચનાભાઈ મકવાણા, સોરઠીયા પ્લોટ શેરી નં. ૩ના ડાયા જેઠાભાઈ સરવૈયા, ગોવિંદ માવજીભાઈ સીંધવ, સોરઠીયા પ્લોટ શેરી નં. ૧૦ ના મોહન મનજીભાઇ સોલંકી અને નવી ઘાંચીવાડ શેરી નં. ૪ ના આમદ આજમભાઇ દલને પકડી લઇ રૂ. ૬૭૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જૂગાર રમતા બે પકડાયા

થોરાળા પોલીસ મથકના પી. આઇ. બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. આનંદભાઇ પરમાર તથા કોન્સ. રમેશભાઇ સહિતે બાતમીના આધારે ચૂનારાવાડ ચોકમાં વરલી ફીચરનો જૂગાર રમતા વાલજી શામજીભાઇ કુમારખાણીયા (ઉ.વ.પ૮) (રહે. ચુનારાવાડ લાખાજીરાજ શેરી નં. ૯) ને પકડી લઇ રૂ. પ૧૪૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં પ્ર.નગર પોલીસ મથકના પી. આઇ. એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વી. આર. જાડેજા તથા કોન્સ. કુલદીપસિંહ રાણા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે રેલનગર શીવાલય ચોક પાસે દરોડો પાડી વરલી ફીચરનો જૂગાર રમાડતા ફારૂક નુરમહંમદભાઇ વરોધ (રહે. રેલનગર લાલબહાદૂર ટાઉનશીપ બ્લોક નં. બીકયુ, ૧૧) અને નીતેષ ઉર્ફે ટકો ગણપતભાઇ પરમાર (રહે. રેલનગર સૂર્ય પાર્ક કવાર્ટર નં. ૮) ને પકડી લઇ રૂ. ૧૬૯૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:20 pm IST)