Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર મહિલા સમિતિ નોર્થ ઝોન દ્વારા કોવિડ-૧૯ સંદર્ભે રવિવારે ઓનલાઇન કાર્યક્રમ 'કલ હો ના હો'

રાજકોટ તા. ૨૫ : માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર (નોર્થ વિભાગ) દ્વારા હાલના કોવિડ-૧૯ મહામારીના સમયને ધ્યાનમાં રાખીને રવિવારે 'કલ હો ના હો' શીર્ષકતળે જબરદસ્ત કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. દરેકે પોતાનુ અને પોતાના પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખવું ખુબ જરૂરી છે. માટે શું કરવું. કેવી રીતે કરવું તે સમજવું ખુબ જરૂરી હોવાથી તે વિષે એક સુંદર ઓનલાઇન કાર્યક્રમ 'કલ હો ના હો' આ સમિતિ દ્વારા ઓનલાઇન ગોઠવવામાં આવ્યો છે. લોહાણા મહાપરિષદ નોર્થ ઝોન મહિલા અધ્યક્ષ શ્રીમતી જયોતિબેન રાયચુરાના માર્ગદર્શન હેઠળ તા. ૨૭-૬-૨૦૨૧ રવિવારના સાંજે ૪ વાગ્યે ઝુમ એપ ઉપર આયોજીત આ કાર્યક્રમમાં લેડીઝ જેન્ટસ બધા સભ્યોે જોડાઇ શકશે. ખાસ કરીને કોરોનાને લગતી મુંઝવણ દુર કરવાનો આશય છે.  આ કાર્યક્રમમાં મુંઝવતા પ્રશ્નો પુછીને સંતોષકારક ઉતર પણ મેળવી શકાશે. વધુને વધુ લોકોએ લાભ લેવા અનુરોધ છે. વિસ્તૃત માહીતી આમંત્રિત સ્પીકર શ્રી રાહુલભાઇ બજાજ દ્વારા અપાશે. વધુ માહીતી અને કાર્યક્રમની લીંક માટે [ઝુમ મીટીંગ આઇડી : 990 999 9308]  [પાસ કોડ : LMP][ડાયરેકટ જોઇનીંગ લીંક : https://us02web.zoom.us/j/9909999308?pwd =NXdQMVpJM1VzMXhybGZtb1V6QUphdz09]   વધુ માહીતી માટેઆ લીંક પર વિઝીટ કરી શકાશે.

(3:29 pm IST)